મોબાઇલથી ઘરે બેઠા બનાવી શકો છો ઇ-આધાર, નહી આપવો પડે કોઇ ચાર્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 18:22:51
  • Views : 632
  • Modified Date : 2019-07-24 18:22:51

12 આંકડાઓનો આધાર નંબર કોઈ પણ વ્યક્તિની ઓળખ સાથે જોડાયેલો છે. આધાર નંબરને તમે કાર્ડના સ્વરૂપે અથવા ઓનલાઇન વર્ચ્યુઅલ આઈડી (ઈ-આધાર)ના રૂપે ઉપયોગ કરી શકો છો. જો તમે પણ ઇ-આધાર નથી બનાવ્ય તો અમે તમને ઇ-આધાર બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.. 


કેવી રીતે ઈ-આધાર બનાવી શકાય છે?

- ઈ-આધાર જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલાં UIDAIની વેબસાઈટ https://uidai.gov.in પર જવાનું રહેશે.

- આ વેબસાઈટ પર ડાઉનલોડ આધારનો વિકલ્પ અથવા https://eaadhaar.uidai.gov.in/ લિંક પર ક્લિક કરો.

- આ પછી આધાર નંબર પર ક્લિક કરીને આધાર નંબર ભરો અને કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરો.

- તમારા રજિસ્ટ્રેટ મોબાઈલ નંબર પર OTP આવશે.

- OTP નંબરને વેબસાઈટનાં પેજ પર નાખીને ડાઉનડલોડ આધાર પર ક્લિક કરો.

- વર્ચ્યુલ આધારની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે 8 આંકડાનો પાસવર્ડ નાખો, જે નામના શરૂઆતના 4 અક્ષર અને જન્મતારીખ હશે. આ પાસવર્ડને CAPITALS લેટરમાં જ નાખવાનો રહેશે.

દાખલા તરીકે તમારું નામ રાકેશ શર્મા છે અને જન્મતારીખ 1 જાન્યુઆરી, 1990 છે તો, તમારો પાસવર્ડ RAKE1990 રહેશે.

ઈ-આધારના ફાયદા:

ફિઝિકલ આધારની સરખામણીએ ઇ-આધારને વધારે સુરક્ષિત માનવામાં આવે છે. 

- વર્ચ્યુઅલ આધાર નંબરને તમે સરળતાથી છુપાવી શકો છો, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે.

- ઈ-આધારના ખોટાં ઉપયોગની સંભાવના નહિવત હોય છે.

-ઈ-આધાર પણ આધાર કાર્ડની જેમ જ તમામ જગ્યાએ માન્ય ગણાય છે.

-UIDAI દ્વારા ઈ-આધાર માટે QR કોડ પણ જાહેર કર્યો છે.

- QR કોડમાં ફોટા સહિત આધારની તમામ માહિતી જોડાયેલી હોય છે.
 

Download Our B K News Today App



Related News