મોબ લિંચિંગને લઇને કેન્દ્ર સરકાર પર ભડકી માયાવતી, કહ્યું લોકતંત્રનું સ્થાન ભીડ તંત્રએ લીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 18:19:39
  • Views : 415
  • Modified Date : 2019-07-13 18:19:39

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મોબલિંચીંગને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે. દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટના કેન્દ્ર સરકારની ઉદાસીનતાનું પરિણામ છે. મોબ લિંચિંગ એક ખતરનાક બીમારી છે.  દેશમાં આજે લોકતંત્રનું સ્થાન ભીડ તંત્રએ લીધું છે. યુપી લૉ કમિશન દ્વારા મોબલિંચિંગ અટકાવા માટે 'ઉત્તર પ્રદેશ કોમ્બેટિંગ ઓફ મોબ લિંચિંગ એક્ટ 2019' તૈયાર કર્યો તે મોબ લિંચિંગ અટકાવવાની દિશામાં યોગ્ય પગલું છે. ભીડ હિંસાનો શિકાર માત્ર દલિત, આદિવાસી અને ધાર્મિક લઘુમતી સમાજના લોકો જ નહીં પરંતુ પોલિસ અધિકારી અને તમામ સમાજના લોકો પણ બની રહ્યાં છે.મોબ લિંચિંગની ઘટના પહેલાં પણ થતી હતીં, પરંતુ હવે તે સામાન્ય બની ગઈ છે. સુપ્રીમ કોર્ટએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં આદેશ જારી કર્યો છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મોબ લિંચિંગને લઇને ગંભીર નથી તે જોઈને દુ:ખ થાય છે.

Download Our B K News Today App



Related News