‘પુત્રી પરત જોઈતી હોય તો હોટલમાં…’, માસૂમને મેળવવાની ખેવનાએ રાજકોટની માતાએ બધું જતું કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 16:49:08
  • Views : 449
  • Modified Date : 2019-12-23 16:49:08

નવ મહિના સુધી જે બાળકને પોતાના પેટમાં પાળ્યું હોય તેને મેળવવા માટે માતા કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મોરબી પંથકમાં પરણાવેલી મહિલાને પતિ સાથે ચાલતા કોર્ટ કેસનો ગેરલાભ લઈ મોરબીના બંગાવડીમાં રહેતાં પતિના જ મિત્ર નરેશ ઠાકોરે પુત્રી પરત અપાવી દેવાની લાલચે બોલાવી ધમકી આપી રાજકોટની હોટેલમાં સમયાંતરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના આરોપસર નરેશ સામે ગુનો નોંધાયો છે.મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં મોરબી પંથકમાં નવ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્રી છે. દંપતી વચ્ચે ખટરાગ થતાં મહિલા રાજકોટ માતા સાથે રહેવા આવી ગઈ હતી. ચાર વર્ષ પહેલાં પતિ સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. 2016ની સાલમાં કોર્ટની તારીખે મહિલા ગઈ હતી ત્યારે પુત્રીને સાથે લઈ ગઈ હતી. પતિ તથા સસરા બંને પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને બહાર લઈ ગયા હતા. અને અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. જે તે સમયે મહિલાએ પુત્રીના અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. એ સમય દરમિયાન મહિલાના પતિ નરેશ ઠાકોરે મહિલાનો સંપર્ક સાધી પુત્રી પરત અપાવી દઉ, પરંતુ બે લાખ રૂપિયા આપવા પડે અથવા હું કહું ત્યાં આવવું પડે.નાણા ન હોવાથી પુત્રી પરત મેળવવાની ખેવાનાએ મહિલાને રાજકોટમાં બસ સ્ટેશન પાછળ હોટલમાં મહિલાને બોલાવી હતી. બંનેએ પોતાના આઈડી આપ્યા હતા અને રૂમમાં ગયા હતા. જ્યાં મહિલાને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. ફરી છ દિવસ બાદ એ જ સ્થળે બોલાવીને દુષ્કર્મ ગુજારી અંગત પળોનું મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હતું. એ દરમિયાન પોલીસે બાળકીને પરત અપાવી દીધી હતી. જે બાદ નરેશે આ કેસમાં ગેરલાભ ઉઠાવી અંગત પળોની સીડી પતિને આપી હતી. જે સીડી પતિએ કોર્ટમાં રજૂ કરતાં મહિલાને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે આ છળકપટ થયું હતું. જે બાદ મહિલાએ નરેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News