વિધાનસભા સત્રમાં હાજર રહેવું હશે તો તમામ ધારાસભ્યોએ કોરોનાનો રેપિડ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-16 15:50:04
  • Views : 276
  • Modified Date : 2020-09-16 15:50:04

     સિનિયર ધારાસભ્યોને ગૃહમાં, જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ 4 ગેલેરીમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભા સત્રની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય જુનિયર ધારાસભ્યો માટે અલગ-અલગ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે વિધાનસભા ગૃહમાં ચાલનારી કામગીરીમાં ભાગ લેનારા રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને અલગ-અલગ રાજકીય પક્ષના ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સત્રની કામગીરીમાં અધ્યક્ષ સિવાયના ભાજપ, કોંગ્રેસ એનસીપી અને અપક્ષના કુલ 171 સભ્યો ગૃહમાં હાજરી આપશે, જે પૈકી 92 જેટલા સભ્યો (મંત્રીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના સિનિયર ધારાસભ્યો) વિધાનસભા ગૃહમાં બેસશે, જ્યારે 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વિધાનસભા અલગ-અલગ ચાર ગેલેરીમાં ગોઠવવામાં આવી છેગેલેરી 1માં 26 ધારાસભ્યો, ગેલેરી 2માં 21, ગેલેરી 3માં 13 અને ગેલેરી 4માં 19 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ, આ સત્રમાં અધ્યક્ષે એવો નિર્ણય કર્યો છે કે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય પ્રધાનમંડળમાં મંત્રીઓના કોઈપણ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, ધારાસભ્યોના અંગત મદદનીશ (પી.એ) તેમના ડ્રાઈવર કે અન્ય કોઈપણ વ્યક્તિને વિધાનસભામાં પ્રવેશ આપવામાં નહીં આવે...

Download Our B K News Today App



Related News