MLA લખેલી સસરાની કાર લઈ નીકળેલી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધુએ વોચમેનને અડફેટે લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 14:07:39
  • Views : 499
  • Modified Date : 2020-03-14 14:07:39

કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધૂએ એક હીરા ખાતાના વોચમેનને અડફેટે લેતાં ઇજા થઇ હતી. જોકે ધારાસભ્યના પુત્રે વોચમેનને સ્મીમેરમાં ખસેડ્યો હતો. ઘોઘારીના પુત્રવધુ સસરાના નામે રજીસ્ટર થયેલી અને MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ ઘરેથી કામ અર્થે બપોરે 1 વાગ્યાના અરસામાં નીકળી હતી. તે વરાછાના પોદ્દાર આર્કેડ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બજરંગ ડાયમંડ કંપનીમાં વોચમેન ક્રિષ્ણાસિંહ આનંદી સિંહ (50) રસ્તો ક્રોસ કરતી વખતે ગાડીની અડફેટે આવતા ઈજાઓ થઇ હતી. કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ જણાવ્યું હતું કે હું ગાંધીનગર છું.મારી ગાડી પુત્રવધુ ચલાવી રહી હતી. વોચમેન રોડ ક્રોસ કરતી વખતે અન્ય કારની અડફેટે આવી જવાથી બચવા અમારી કાર સાથે અથડાઇ ગયો હતો. સ્મીમેરમાં ટ્રીટમેન્ટ કરાવી છે. સ્મીમેરની એમએલસી બુકમાં અજાણ્યા વાહન અડફટે વોચમેન ઘવાયો હોવાની એન્ટ્રી કરાઇ હતી.

Download Our B K News Today App



Related News