મંત્રીને કોરોના, તેમની સાથે બેઠેલા મંત્રીઓ ગુજરાત ભ્રમણમાં નીકળ્યા, ક્વોરન્ટીન થવાને બદલે મંત્રીઓ ભ્રમણ કરી કોરોના ફેલાવી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 13:24:20
  • Views : 284
  • Modified Date : 2020-08-29 13:24:20

        ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગુરુવારે મોડી સાંજે કોરોના સંક્રમણનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમણે પોતાની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને પૂરતી કાળજી લઇ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જાડેજાએ તેના આગલા દિવસે જ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને રાજ્ય સરકારના મંત્રીઓ તેમના સંપર્કમાં આવ્યા હતા. હવે આ મંત્રીઓ સરકારી આદેશ પ્રમાણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પ્રચાર કરવા માટે નિકળી પડ્યા છે.અગાઉ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ અને અધિકારીઓ સુધ્ધાએ દિલ્હીના તબલીકી જમાતના મરકઝને કારણે કોરોના આખા દેશમાં ફેલાઇને વકરી ગયો તેવી વાત કરી હતી. હવે ધર્મેન્દ્રસિંહના સંપર્કમાં આવેલા મંત્રીઓ શુક્રવારથી જિલ્લે-જિલ્લે ફરીને લોકોને મળીને સરકારી યોજનાઓનો પ્રચાર કરી રહ્યા છે જેથી આવતી ચૂંટણીમાં ભાજપને મતો મળતા રહે.એક મંત્રીએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું કે કેબિનેટની મિટીંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુંં ધ્યાન રખાય છે, પણ મિટિંગ શરૂ થતાં પહેલા અને પછી દરેક મંત્રીઓ એકબીજા સાથે હસ્તધૂનન કે સાથે બેસીને વાત કરે છે.

Download Our B K News Today App



Related News