માઈકનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ: યોગીએ આપ્યા મોટા આદેશ, પોલીસ જવાનોની રજાઓ રદ્દ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 12:22:06
  • Views : 285
  • Modified Date : 2022-04-19 12:22:06

દિલ્હીની હિંસાથી સફાળા જાગ્યા યોગી આદિત્યનાથ

યુપીમાં જાહેર કર્યા નવા નિયમો

હવેથી આ કામો તો નહીં જ કરી શકો

 

દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ધાર્મિક આયોજનોને લઈને વધું સતર્કતા રાખવાની વાત કહી છે. તેમણે 4 મે સુધી પોલીસ તથા પ્રશાસનના ઓફિસરોની રજા કેન્સલ કરી દીધી છે. સાથે જ માઈકનો અવાજ ધાર્મિક પરિસર સુધી મર્યાદિત રાખવાનો આગ્રહ કર્યો છે. યોગીએ સોમવાર રાતે પોલીસ તથા પ્રશાસનને શાસનને લઈને મંડળ સુધી ટોપના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા વાત કરી હતી.

 

અન્ય લોકોને ન થવી જોઈએ અડચણ

તેમણે કહ્યું કે, ધાર્મિક કાર્યક્રમ, પૂજા પાઠ નક્કી કરેલા સ્થાન પર જ થાય. રોડ માર્ગ, પરિવહન અવરજવરને અડચણ રૂપ કોઈ ધાર્મિક આયોજન થવું જોઈએ નહીં, પોતાની ધાર્મિક વિચારધારા અનુસાર તમામને પોતાની ઉપાસના પદ્ધતિ માનવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પણ એ નક્કી કરો કે, અવાજ તેના પરિસરની બહાર ન જાય. અન્ય લોકોને અસુવિધા થવી જોઈએ નહીં, નવા સ્થાન પર માઈક લગાવાની પરવાનગી ન મળવી જોઈએ.

 

મુખ્યમંત્રી યોગીએ જાહેર કર્યો આદેશ

હવેથી યુપીમાં પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા નહીં નીકાળી શકાય. આ સંદર્ભે યોગી સરકારે સોમવારે મહત્વનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ અનુસાર, હવેથી રાજ્યમાં શોભાયાત્રા નીકાળતા પહેલાં આયોજકો પાસેથી શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે એફિડેવિટ લેવામાં આવશે.

 

નવા આયોજનને નહીં મળે મંજૂરી

મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'હવેથી કોઈ શોભાયાત્રા કે ધાર્મિક સરઘસ પરવાનગી વિના નીકાળવામાં નહીં આવે. પરવાનગી પહેલાં, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવામાં આવશે. ફક્ત એ લોકોને જ ધાર્મિક સરઘસ નીકાળવાની પરવાનગી અપાશે કે જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ.'

 

રામનવમી-હનુમાન જયંતિ પર સામે આવી હિંસાની ઘટનાઓ

જણાવી દઇએ કે, યોગી સરકારનો આ આદેશ પણ એવાં સમયે આપવામાં આવ્યો કે જ્યારે હાલમાં રામનવમી અને હનુમાન જયંતિના અવસર પર દેશના અલગ-અલગ રાજ્યોમાં શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. એ સિવાય દિલ્હીના જહાંગીરપુરીમાં પણ હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી.

 

Download Our B K News Today App



Related News