મિકા સિંહની મેનેજર સૌમ્યા ખાન સિંગરના સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી હતી , પોલીસે મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ ગણાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 14:20:43
  • Views : 397
  • Modified Date : 2020-02-22 14:20:43

 સિંગર મિકા સિંહની મેનેજર સૌમ્યા ઝોહેબ ખાન મુંબઈમાં મૃત હાલતમાં મળી હતી. 3 ફેબ્રુઆરીના રોજ અંધેરીમાં મિકાના સ્ટુડિયોમાં તે મૃત હાલતમાં મળી હતી. પોલીસનું કહેવું છે કે તેણે સ્લીપિંગ પીલ્સ લઈને ખુદને મારવાની કોશિશ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તે ફેમિલી પ્રોબ્લેમ્સને કારણે ડિપ્રેશનમાં હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ હતો મિકાએ સોશિયલ મીડિયા પર સૌમ્યાના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. તેણે પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જણાવતા દુઃખ થાય છે કે સૌમ્યા ઘણીબધી યાદો છોડીને નાની ઉંમરે આપણને છોડીને જતી રહી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. તેના પરિવાર અને પતિને મારું હૃદયપૂર્વક આશ્વાશન.’ઘટના આખી એવી હતી કે રાત આખી પાર્ટી કરીને સૌમ્યા સવારે 7 વાગ્યે સ્ટુડિયો પર પરત ફરી હતી. તે સાંજ સુધી બહાર ન આવતા લોકોને શંકા થઇ. રાત્રે 10:15 વાગ્યા આસપાસ સ્ટુડિયોના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા અમુક કર્મચારી ચેક કરવા માટે ગયા. ત્યાં તેમણે જોયું કે સૌમ્યા સ્થિર પડી હતી. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News