પાટણમાં મેડિકલ સ્ટોરોમાં માસ્ક જ મળતાં નથી, શહેરીજનો કાપડ અને રૂમાલ બાંધીને ફરતા થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 12:25:23
  • Views : 394
  • Modified Date : 2020-03-17 12:25:23

જિલ્લામાં કોરોનો વાયરસને લઇ શાળા કોલેજો બંધ રાખવાની સૂચના સોમવારથી અમલી કરાઇ હતી જ્યારે શહેરની હોસ્પિટલ ,રેલવે સ્ટેશન ,બસ સ્ટેશન અને જાહેર જગ્યાઓ પર લોકો મોઢે કપડાં ,રૂમાલ ,અને માસ્ક પહેરીને ફરતા જોવા મળ્યા હતા.જોકે સુરક્ષાના ભાગરૂપે એક પણ સ્થળે માસ્ક વિતરણ ,હાથ ધોવા માટે સાબુ કે સેનેટાઇઝર મુકાયા નથી.શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં સ્ટોકના માસ્ક વહેંચાઈ જતા સોમવારે એક પણ સ્ટોરમાં માસ્ક ઉપલબ્ધ ન હતા. શહેરમાં યુનિવર્સીટીએ કેમ્પસની હોસ્ટેલોમાં રહેલા છાત્રોને ઘરે મોકલી હોસ્ટેલો ખાલી કરાવી છે. કોલેજોને હોસ્ટેલો ખાલી કરવા પરિપત્ર કર્યો છે.તંત્રે કોરોનો વાયરસને લઇ સમીક્ષા બેઠક કરી આરોગ્યની સુવિધાઓ અને સ્ટાફને હાજર રહેવા સૂચના કરાઇ છે. ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા આઇસોલેશન વોર્ડમાં 15 બેડ ચાર વેન્ટિલેટર N -95 માસ્ક 850 સહિત તમામ લોજિસ્ટિક અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. જરૂર જણાય તો વધુ 30 બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે.શંકાસ્પદ કેસના નિકાલ માટે બી.જે મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે વ્યવસ્થા કરાઈ છે. જીલ્લા કક્ષાએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 762 પીપીઇ કીટ,1282 N -95 માસ્ક ,10455 થ્રીલિયર માસ્ક ઉપલબ્ધ છે. સરકાર દ્વારા હોસ્પિટલ ,રેલવે સ્ટેશન ,બસ સ્ટેશન સહીત જાહેર સ્થળો પર જે તે સંચાલક દ્વારા પાણીની પરબે હાથ ધોવા સાબુ કે લીકવીડ મૂકવું તેવી સૂચના આપવામાં આવી છે પરંતુ કયાંય મૂકેલું જોવા મળ્યું ન હતું. શહેરમાં મોટાભાગની મેડિકલ સ્ટોરોમાં માસ્ક જ નથી.હાલમાં સાદા અને કોર્ટન માસ્ક 10 થી 80 રૂપિયા સુધીના ભાવ છે .બ્રાન્ડેડ સેનીટાઇઝર ન મળતા ઘણા લોકો અન્ય ફાર્મા કંપનીઓ કે સ્ટેરેલિયમની ખરીદી કરી રહ્યા છે . ગ્રાહક હારમીશ ડોડીયા એ જણાવ્યું કે સેનીટાઇઝર માટે ત્રણથી ચાર મેડિકલ સ્ટોર પર ફરી ચૂક્યો છું ત્યારે હવે એક મેડિકલ સ્ટોર પરથી મળ્યું છે. યુનિએ કોલેજો બંધ રાખવા આદેશ કર્યા બાદ સોમવારે કેમ્પસની બોઇઝ અને ગર્લ્સની મળી ચારેય હોસ્ટેલોમાં રહેલા છાત્રોને ઘરે મોકલી દેવા સૂચના આપી હોસ્ટેલો ખાલી કરાવી હતી તો લાયબ્રેરીમાં માં પણ 500 થી વધારે સંખ્યા આવતી હોઈ લાયબ્રેરી પણ હાલમાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.20 માર્ચના રોજ રાખવામાં આવેલ વ્યાખ્યાન માળા પણ રદ કરાઇ છે.કોઈ કાર્યક્રમ પણ યોજાશે નહીં તેવું રજિસ્ટ્રાર ડી એમ પટેલે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News