7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ, બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 13:03:31
  • Views : 391
  • Modified Date : 2020-09-05 13:03:31

        કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જોકે આગામી 7 તારીખથી ફરી મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ રહી છે. હાલમાં ટ્રેનને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ બે દિવસ મર્યાદિત સમય માટે જ ટ્રેન શરૂ કરવામાં આવશે. તેમજ ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રહેશે. તેમજ મુસાફરનું ટ્રેનમાં પ્રવેશ કરતા પહેલા થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવશે. મેટ્રો ટ્રેનનો ભાગ મોટાભાગ નોકરીયાત લોકો વધારે કરતા હોય છે. તો હવે ફરી ટ્રેન સેવા શરૂ થતા સૌથી વધારે નોકરીયાતોને રાહત મળશે.

Download Our B K News Today App



Related News