મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ફૂડ ટ્રક-મેરિયોટ્ટ લોન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 09:21:21
  • Views : 533
  • Modified Date : 2019-04-07 09:21:21

મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કે ભારતમાં સૌપ્રથમ મોબાઇલ ફૂડ ટ્રક એવી મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. મુંબઇથી પોતાની યાત્રાનો પ્રારંભ કરીને મેરિયોટ્ટ ફૂડ ટ્રક ભારતમાં છ શહેરોમાં મુસાફરી કરશે અને પોતાના ગ્રાહકોને જે શહેરમાં રહેલી મેરિયોટ્ટ પ્રોપર્ટીઝમાંથી સિગ્નેચર ડીશ અને સ્થાનિક લોકપ્રિય વાનગીઓ પીરસશે. આ ફૂડ ટ્રકને મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કના એશિયા પેસિફિકના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ક્રેઇગ સ્મિથ, મેરિયોટ્ટ ઇન્ટરનેશનલના સાઉથ એશિયાના એરિયા વાઇસ પ્રેસિડન્ટ શ્રી નીરજ ગોવિલ દ્વારા અભિનેતા અને નિર્માતા સૈફ અલી ખાન સાથે મુંબઇથી લીલીઝંડી આપવામાં આવી હતી. આ ફૂડ ટ્રક અમદાવાદમાં તા.૭મી અને ૮મી એપ્રિલ
દરમ્યાન શહેરીજનોને સ્વાદિષ્ટ, મનભાવન તેમ જ જાતજાતની અને ભાતભાતની વાનગીઓ પીરસશે અને તેમને સ્વાદની મોજ કરાવશે. આ અંગે એક્ઝેક્યુટીવ સોસ શેફ મોહમ્મદ રાહિલ આગાએ જણાવ્યું હતું કે, મેરિયોટ્ટ ઓન વહીલ્સના અમદાવાદમાં શિડ્‌યુલ મુજબ, આવતીકાલે તા.૭મી એપ્રિલના રોજ સાંજે ૪- ૦૦ કલાકથી રાતના ૧૧-૦૦ કલાક સુધી અને સોમવારે તા.૮મી એપ્રિલના રોજ મોન્ડલ હાઈટ્‌સ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકથી રાતના ૧૧-૦૦ કલાક સુધી સ્વાદના રસિયાઓને ફુડ ટ્રક સ્વાદની મોજ કરાવશે.
 દરમ્યાન મેરિયોટ્ટ ઓન વ્હીલ્સના લોન્ચ પ્રસંગે મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કના સાઉથ એશિયાના એરિયા વાઇસ પ્રેસિડન્ટ શ્રી નીરજ ગોવિલે જણાવ્યું હતું કે, મેરિયોટ્ટની દેશમાં સૌપ્રથમ વખત ફૂડ ટ્રકને લોન્ચ કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. વર્ષો વીતતા મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્કે એફએન્ડબી ક્ષેત્રે પોતાના પ્રભુત્વમાં શેફની મદદથી વધારો કર્યો છે જેઓ બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે. અમદાવાદમાં આગમન પછી, મેરિયોટ દ્વારા કોર્ટયાર્ડના એક્ઝિક્યુટિવ શેફ સ્થાનિક પ્રેરિત વિશેષ મેનૂના ભાગ રૂપે ફાફડા પુટિન ચાટ, બોમ્બે ટોસ્ટી સેન્ડવીચ અને મોલ્ટન ચીઝ નાચોસ વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસશે. અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક ૪૦ દિવસોમાં ૬૭૬૧ કિમીનું અંતર કાપશે. આ પહેલ દ્વારા મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ ઇન્ક તેની સિલેક્ટ સર્વ બ્રાન્ડઝ જેમ કે કંટ્રીયાર્ડ બાય મેરિયોટ્ટ, ફેરફિલ્ડ બાય મેરિયોટ્ટ, ફોર
પોઇન્ટ બાય શેરાટોન અને એલોફ્‌ટ હોટેલ્સની એફએન્ડબી શક્તિનું પ્રદર્શન કરવાની મહ¥વાકાંક્ષા સેવે છે. પ્રત્યેક શહેરમાં બે દિવસ વિતાવતા, મેરિયોટ્ટ ઓન વ્હીલ્સ કેટલાક લોકપ્રિય સ્થળો જેમ કે ફૂડ ટ્રક પાર્ક અમદાવાદ, લખનૌમાં સહારા માર્કેટ પ્લાઝા અ કોચીમાં ઇન્ફો પાર્કમાં રોકાશે. શહેરમાં આગમન સમયે મેરિયોટ્ટ
પ્રોપર્ટીના એક્ઝિક્યુટીવ શેફ ઓન બાર્ડ હાજર રહેશે, અને ખાસ ફૂડ ટ્રક માટે તૈયાર કરાયેલ લિમીટેડ ટાઇમ મેનૂ પીરસશે. ઓન બોર્ડ પીરસવામાં આવનાર કેટલાક મેનૂમાં થોડા નામ લઇએ તો મટન ટીક્કા ક્વેસા દિલ્લાસનો સમાવેશ કરાશે. જે અમૃતસરમાં, મદુરાઇમાં કરાઇકૂડી ચીકન વિન્ગ્સ અને પૂણેમાં કોશા મેન્ગશોકાથી રોલ ઉપલબ્ધ કરાશે. પર્યાવરણની અસરમાં ઘટાડો કરવાના મેરિયોટ્ટ ઇન્ટરનેશનલની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કરકસરપૂર્ણ આઇટમ્સ જેમ કે બેગાસે અને ગ્લાસ વોટર બોટલ્સના બનેલા કન્ટેનર્સનો ઓન બોર્ડ મેરિયોટ્ટ ઓન વ્હીલ્સમાં ઉપયોગ કરાશે. આ ફક્ત મુંબઇમાં જ નહી પરંતુ દરેક છ શહેરોમાં લાગુ પડાશે જ્યાં ફૂડ ટ્રકની હાજરી રહેશે. જે અનુભવોની માગ કરાઇ છે તેમાં વધુને વધુ ટકાઉ પ્રયાસો કરતા અને વધુને વધુ મહેમાનો સકારાત્મક અસરનું સર્જન કરવાની ઇચ્છા ધરાવે છે ત્યારે મેરિયોટ્ટ ઇન્ટરનેશનલ પોતાના દરેક પ્રયત્નો દ્વારા ટકાઉ પર્યાવરણને જાળવા માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.


Download Our B K News Today App



Related News