કોંગ્રેસના સભ્ય અભિયાનમાં યુવાનોને જોડાવવા અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 14:34:08
  • Views : 496
  • Modified Date : 2020-08-18 14:34:08

      જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક સે-22 સ્થિત કાર્યલયમાં યોજાઈ હતી. જેમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંમ્બાજી, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી કરણસિંહ તોમર, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.કારોબારી બેઠકમાં કાર્યકર્તાઓને ગુજરાતમાં આવનારી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા વધુમાં વધુ યુવાનો યુથ કોંગ્રેસની સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News