મહેસાણાથી પાલનપુરનો રોડ 6 લેન બનશે, 445 કરોડ મંજૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-16 16:45:12
  • Views : 1229
  • Modified Date : 2019-07-16 16:45:12

124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ
આ ઉપરાંત રૂ. 124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની 60 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે લેન રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે. મધ્ય ગુજરાતના હાર્દસમાં રૂ. 86 કરોડના ખર્ચે ધોરીડુંગરીથી લુણાવાડા રસ્તાના સુધારો/મજબૂતીકરણ/નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરીથી ગરસિયાવાડા અને ગરસિયાવાડાથી લુણાવાડા સુધીની 26 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં સુધારો/મજબૂતીકરણ/નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રિજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ મેજર બ્રીજ થવાથી મહીસાગર જિલ્લાને ગાંધીનગર સાથે બારમાસી કનેકટીવીટી મળશે.


રાજ્ય સરકારનો 222 કરોડનો હિસ્સો

નીતિન પટેલે જણાવ્યું કે, વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના-૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.1938 કરોડ કિંમત પૈકી રૂ.1050 કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.222 કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.


મહેસાણાથી સિધ્ધપુર રસ્તા માટે 230 કરોડનો ખર્ચે થશે
ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિધ્ધપુર રસ્તાને 6 લેનકરણ કરવાનું કામ રૂ. 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના 25 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 લેન રસ્તાને 6 લેન જેમાં ડાબી બાજુ સર્વિસ રોડ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચોરલેન પૂલોને 8 લેન કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઇનો 6 લેન ફલાયઓવર બનાવાશે. સિધ્ધપુર ગામની 4 કિ.મી. જેટલી લંબાઇમાં 6 લેન રસ્તા ઉપરાંત બન્ને તરફ 7 મીટર પહોળાઇમાં સર્વિસ રોડ બનાવવામાં આવનાર છે.


સિધ્ધપુરથી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઇનો સમાવેશ
આ ઉપરાંત સિધ્ધપુરથી પાલનપુર રસ્તાને પણ 215 કરોડના ખર્ચે 6 લેન કરવામાં આવશે, જેમાં સિધ્ધપુરથી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 લેન રસ્તાને 6 લેન જેમાં ડાબી બાજુ સર્વિસ રોડ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારલેન પૂલોને 8 લેન કરવામાં આવશે, જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.


Download Our B K News Today App



Related News