મેઘરાજ વડોદરાને ફરી જળબંબાકાર કરે તેવી ભીતિ, કચ્છ અને સાબરકાંઠા પણ ઘમરોળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 17:15:50
  • Views : 616
  • Modified Date : 2019-08-26 17:15:50

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.26મીની મોડી રાતે

  • દાહોદ અને ગોધરામાં વરસાદ

27મીની મોડી રાતે વરસાદ

  • વડોદરામાં 27ની મોડી રાતે મિનિમમ 3 ઈંચથી વધુ વરસાદ થવાની ભીતિ
  • કચ્છમાં મોટું રણ અને રાપરમાં 27મીની મોડી રાતે  
  • બનાસકાંઠાના થરાદમાં વરસાદ28મીના દિવસે
    • સાબરકાંઠાના ખેડબ્રહ્મા 
    • કચ્છમાં ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ

    28મીની રાતે 

    • કચ્છમાં નલિયામાં વરસાદઉલ્લેખનીય છે કે  ​હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિરામ બાદ ફરી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભાગમાં વરસાદની શક્યતા જણાવવામાં આવી છે.જેમાં અમદાવાદ, ખેડા, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News