અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે મનમૂકીને વરસ્યા મેઘરાજા, જાણો ક્યાં અને કેટલો વરસ્યો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 15:32:00
  • Views : 221
  • Modified Date : 2022-06-27 15:32:00


અમદાવાદમાં રવિવારે સાંજે ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, વસ્ત્રાલ, બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે જોધપુર, મકતમપુરા અને ઉસ્માનપુરામાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રસ્તા પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાઈ થયા હતાં. તેમજ શહેરમાં ઠેર-ઠેર નાના-મોટા થઈને 80થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે


શહેરના કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી 


બીજી તરફ અમદાવાદ રવિવાર સાંજે ભારે પવન સાથે જોરદાર વસાદ તૂટી પડતાં અમદાવાદ કોર્પોરેશ તાબડતોબ એક્શનમાં આવી ગઈ હતી. અને અમદાવાદ કોર્પોરેશને બનાવેલા કંટ્રોલ રૂમમાં  રાઉન્ડ ધ ક્લોક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ કંટ્રોલ રૂમમાં મળેલ ફરિયાદના પગલે રાતભર કામગીરી ચાલી હતી. તેમજ રાત્રે પડેલા વરસાદના કારણે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી વહેલી સવારથી જ કંટ્રોલ રૂમ પર હાજર રહ્યાં હતાં. તેમજ હાલ પણ કંટ્રોલ રૂમ દ્વારા હવામાન વિભાગની આગાહીના પગલે નજર રખાઈ રહી છે  


 


અમદાવાદમાં કેટલો વરસાદ ?


પૂર્વ ઝોનમાં 18.76 મિલી મીટર, પશ્ચિમ ઝોનમાં 17.76 મિલી મીટર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3.76 મિલી મીટર, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37.01 મિલી મીટર, મધ્ય ઝોનમાં 16.50 મિલી મીટર, ઉત્તર ઝોનમાં 6.67 મિલી મીટર, દક્ષિણ ઝોનમાં 19.00 મિલી મીટર વરસાદ પડ્યો હતો. જ્યારે  શહેરના કુલ સાત ઝોનનો એવરેજ વરસાદ 17.06 મિલી મીટર, જો કે, આખાય શહેરમાં વરસાદ 33.19 મિલી મીટર સરેરાશ વરસાદ નોંધાયો


 


 


Download Our B K News Today App



Related News