વરસાદને લઇને મોટા સમાચાર, છેલ્લા 23 દિવસમાં મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોમાં કરશે તાંડવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 13:31:04
  • Views : 1314
  • Modified Date : 2019-09-08 13:31:04

ગુજરાતમાં મેઘરાજાએ પોતાની સિન્ચુરી નોંધાવી દીધી છે. રાજ્યમાં સિઝનનો 106 ટકા વરસાદ પડી ગયો છે. તેમ છતાં હજૂ પણ રાજ્યભરમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,મહિસાગર, જામનગર,અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં સરેરાશ સિઝનનો 106 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 115 ટકા, સૌરાષ્ટ્રમા 101 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમા 100 ટકા, ઉતર ગુજરાતમાં 85 ટકા અને કચ્છમા 132 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમા થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉતર ગુજરાતમાં થયો છે.

હજી ચોમાસાની સિઝનના 23 દિવસ બાકી છે ત્યારે વધારે વરસાદ પડે તેવી શક્યતા છે. ગત વર્ષ ગુજરાતમાં ચોમાસું ખૂબ નબળું રહ્યું હતું. આ વર્ષે સારા વરસાદને પગલે ઉનાળામાં પાણીનો પોકાર રહેશે નહીં.

Download Our B K News Today App



Related News