મેગાળની પરિણીતા પાસે દહેજ માગી છુટાછેડાની ધમકી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:08:34
  • Views : 462
  • Modified Date : 2020-08-11 12:08:34

   વડગામના મેગાળ ગામની પરિણીતાને પતિ સહિત સાસરીયાઓએ દહેજ મામલે ત્રાસ આપી છૂટાછેડા આપવાની ધમકી આપતાં પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પાલનપુરના ડેરી રોડ વિસ્તારની યુવતીના લગ્ન વડગામના મેગાળ ગામે રહેતા રાકેશભાઇ ઇશ્વરભાઇ નાઇ સાથે થયા હતા. જ્યાં પરિણીતાને તેનો પતિ સહિત સાસરિયાના લોકો દહેજ મામલે મહેણા ટોણા મારી ઘર ખર્ચ માટે પૈસા ન આપી ત્રાસ ગુજારી રહ્યા હતા.જોકે તે બાદ પરીણિતાની કૂખે દીકરીનો જન્મ થતાં "તારે દીકરી કેમ આવી’ તેવું કહી શારીરિક-માનસિક ત્રાસ આપી પતિ સહિત સાસરિયાઓ મારમારી પતિ અવાર-નવાર ઝેર પીવાની ધમકી આપી છૂટાછેડા આપવા દબાણ કરતા હતા. ત્યારે રવિવારે પરિણીતા પોતાના પિયરે હતી તે સમયે તેનો પતિ ચાકુ સાથે આવી પરિણીતાને મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજારવા મામલે પરિણીતાએ રવિવારે મહિલા પોલીસ મથકે પહોંચી તેના પતિ રાકેશભાઇ ઈશ્વરભાઈ નાઈ સહિત સાસરિયાના કલ્પેશભાઈ ઈશ્વરભાઈ નાઈ અને સુધાબેન કલ્પેશભાઇ નાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News