હિંમતનગરની બાયર ક્રોપ સાયન્સ ખાતે મોકડ્રીલ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 18:12:19
  • Views : 419
  • Modified Date : 2020-02-29 18:12:19

હિંમતનગરની બાયર ક્રોપ સાયન્સ ખાતે મોકડ્રીલ યોજાઇ

સાબરકાંઠા જિલ્લાના, ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એકસીડન્ટ હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્માત/ઇર્મજન્સીના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી મોકડ્રીલ  યોજાય છે.જે અંતર્ગત હિંમતનગર જીઆઇડીસી ખાતે આવેલ બાયર ક્રોપ સાયન્સમાં મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ઇમર્જન્સી મોકડ્રીલના સિનારીયો તરીકે, કારખાનામાં આવેલ સાઇકલોહેકઝેનોન નામના સોલ્વન્ટ ભરેલા ડ્રમ્સ સાથે બહારથી આવેલ વ્હીકલમાંથી અનલોડીંગ દરમ્યાન બે ડ્રમ્સ ટ્રકમાંથી નીચે પડતા તેમાં ક્યાંકથી સ્પાર્ક મળતા આગ લાગેલ હોવાનું ધારીને, આ આગની ઇર્મજન્સીને કાબુમાં લેવા માટે કારખાનામાં  ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડીકલ ટીમો દ્વારા પ્રયત્ન કરવા છતાં,  આ આગ કાબુમાં ન આવતા, આ ઇર્મજન્સીને “ ઓફ સાઇટ ઇર્મજન્સી’’  જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરાતા તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલીકા ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ડીપાર્ટમેન્ટ સિવિલ સર્જન, વિવિધ સ્છૐ ફેકટરીઓના સેફટી ઓફિસર્સ વગેરેએ ઘટનાસ્થળ પર આવીને, આ આગને ઇમર્જન્સીને કાબુમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી.આ મોકડ્રીલમાં ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર સી.જે.પટેલ તથા  જિલ્લા વિકાસ અધિકારી આર.જે.પટેલ તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલદાર અને પ્રોજેકટ ઓફિસર ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા.આ મોકડ્રીલને સફળતા અપાવવા ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર એચ.એસ.પટેલ, જે.બી.બોડાત, એચ.બી.પટેલ, બી.એ.ક્ષિરસાગર, આસિસ્ટન્ટ ડાયરેકટર (મેડીકલ) બી.એન.પટેલ વગેર ભારે જહેમત ઉઠાવી હતી.



Download Our B K News Today App



Related News