કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સંપૂર્ણ રીતે બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 12:38:33
  • Views : 438
  • Modified Date : 2020-03-23 12:38:33

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સંપૂર્ણ રીતે બંધ   કોરોના વાઇરસને લઈને પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ૨૨માર્ચના રોજ જનતા કર્ફયુની વિનંતી કરી હતી. લોકોએ પ્રધાનમંત્રીની વિનંતી સ્વીકારીને  થરા વેપારી મથક સજ્જડ બંધ રાખ્યું હતું.  તમામ  દુકાનો, લારી-ગલ્લા, તેમજ થરા એપીએમસી માર્કેડ બંધ રાખી વેપારીઓએ ઘેર રહેવાનું પસંદ કર્યુ હતું. આમ દેશમાં ચાલતી કટોકટીની પળે વેપારી મથક થરાના તમામ વેપારીઓ અને લોકોએ દેશ પ્રત્યેની પોતાની સંવેદના અને ગંભીરતા સમજી સંપૂર્ણ બંધ પાળી ઘેર રહીને કોરોના વાઇરસ સામે લડવા માટે પુરી તૈયારી બતાવી હતી.



Download Our B K News Today App



Related News