18 રાજ્યોની 51 વિધાનસભા અને લોકસભાની 2 સીટ માટે મતગણતરી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 16:30:44
  • Views : 475
  • Modified Date : 2019-10-24 16:30:44

ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 51 વિધાનસભા અને 2 લોકસભા સીટ માટે પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થયું હતું. તેમાં ઉત્તર પ્રદેશની 11, ગુજરાતની 6, બિહાર અને કેરળની 5-5, પંજાબ અને આસામની 4-4 સીટ સામેલ છે. મહારાષ્ટ્રની સતારા અને બિહારની સમસ્તીપુર લોકસભા સીટ ઉપર પણ મતગણતરી થઈ રહી છે. પેટાચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પંચે 23 સપ્ટેમ્બરે કર્ણાટકની 15 વિધાનસભા સીટ માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટેમાં ધારાસભ્યોની અયોગ્યતાના મુદ્દે ફેરવિચારણાં થઈ રહી છે. તેના કારણે પંચે તારીખ આગળ વધારી છે. હવે કર્ણાટકમાં 5 ડિસેમ્બરે પેટાચૂંટણી કરાવવામાં આવશે.

53 સીટો પર પેટાચૂંટણી

​​​​​​​

ઉત્તર પ્રદેશ (11 સીટ): ગંગોહ, રામપુર, ઈગ્લાસ, લખનઉ કેન્ટ, ગોવિંદનગર, માનિકપુર, પ્રતાપગઢ, જાહિદપુર, જલાલપુર, બલહા, ધોસી
બિહાર (6 સીટ): સમસ્તીપુર (લોકસભા), કિશનગંજ, સિમરી બખ્તિયારપુર, દરૌંદા, નાથનગર, બેલ્હર
ગુજરાત (6 સીટ), થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરેઈવાડી, લૂણાવાડા
કેરળ (5 સીટ): મંજેશ્વર, એર્નાકુલમ, અરુર, કોન્ની, વત્તીયૂરકાવુ
પંજાબ (4 સીટ): ફગવાડ, મુકેરિયા, ડાખા, જલાલાબાદ
આસામ (4 સીટ): રાતાબાડી, જાનિયા, રંગપાડા, સોનારી
સિક્કિમ (3 સીટ): પોકલોક-કામરાંગ, મરતામ-રુમટેક, ગંગટોક
રાજસ્થાન (2 સીટ): મંડાવા, ખીંવસર
હિમાચલ પ્રદેશ (2 સીટ): ધર્મશાલા, પછાડ
તમિલનાડુ (2 સીટ): વિક્રાંવંદી, નાંગુનેરી
મધ્યપ્રદેશ (1 સીટ): ઝાબુઆ
મહારાષ્ટ્ર (1 સીટ): સતારા
અરુણાચલ પ્રદેશ (1 સીટ): ખોંસા
છત્તીસગઢ (1 સીટ): ચિત્રકોટ
મેઘાલય (1 સીટ): શેલા
ઓરિસ્સા (1 સીટ): બિજેપુર
તેલંગાણા (1 સીટ): હુજુરનગર
પોંડિચેરી (1 સીટ): કામરાજનગર

Download Our B K News Today App



Related News