ડીસા આરટીઓ ચાર રસ્તા નજીક માતાની નજર સામે જ પુત્ર ટ્રેલર નીચે ચગદાઇ ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:18:36
  • Views : 539
  • Modified Date : 2020-07-23 12:18:36

બુધવારે ડીસાના આરટીઓ ચાર રસ્તાથી ધાનેરા તરફ બાઇક પર જઇ રહેલ માતા-પુત્રને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. જેથી ઘટના સ્થળે જ યુવકનું ચગદાઇ જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ધાનેરાના વાલેર ગામના પરેશભાઈ ગણપતભાઈ નાઈ તેમની માતા સાથે બાઈક ઉપર ડીસા તાલુકાના ગોઢા ગામે દર્શન કરી ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી પોતાના ઘર વાલેર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલ ટ્રેલર ચાલકે બાઈકને ટકકર મારી હતી. આથી બાઇક પર બેઠેલ માતા અને પુત્ર નીચે પટકાયા હતાં. જો કે ટ્રેલર નીચે ચગદાઇ જતાં પરેશભાઇ નાઇ (ઉં.વ.20) નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જ્યારે મૃતક યુવાનની માતાને પણ નાની-મોટી ઇજાઓ થઇ હતી. માતાની નજર સમક્ષ જ યુવાન પુત્રનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ દ્વારા અકસ્માત સર્જી ફરાર ટ્રેલર ચાલકને કંસારી ટોલનાકાથી ઝડપી લેવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News