બનાસકાંઠાના શતાયુ મતદારોએ મતદાન કરવા યુવાનોને અપીલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:24:31
  • Views : 423
  • Modified Date : 2019-04-23 06:24:31

લોકસભા સામાન્ય
ચૂંટણી-૨૦૧૯ માટે તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં વર્ષોથી મતદાન કરતા બનાસકાંઠા જિલ્લાના શતાયુ મતદારોએ યુવાનોને મતદાન કરવા અને લોકશાહી શાસન વ્યવસ્થાને વધુ મજબુત કરવા અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાંગલેએ જિલ્લાના વયોવૃધ્ધ મતદારો સર્વ રણછોડભાઇ,  કે. ડી. પરમાર,  મણિભાઇ
પ્રજાપતિ,  વલમાબેનને મતદાન કરવા અપીલ કરતો પત્ર પાઠવી, શાલ ઓઢાડી  સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરે વયોવૃધ્ધ મતદારોના ખબર-અંતર પૂછી આ વખતે પણ મતદાન કરવા જણાવ્યું હતું. તેમણે વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ પરિવહન, વ્હીલચેર વગેરે વ્યવસ્થા અંગે પણ જાણકારી આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦ (એકસો) વર્ષથી વધુ વય ધરાવતા એટલે કે સેન્ચુરી પુરી કરનાર મતદાતાઓની સંખ્યા ૩૨૯ છે. જયારે ૯૦ વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓની સંખ્યા ૩,૯૦૯ છે. આ વડીલ મતદાતાઓને વંદન કરતા આનંદ થાય છે. આવા વડીલોને મળવું, તેમને સાંભળવા એ પણ એક લ્હાવો હોય છે.

Download Our B K News Today App



Related News