ચીભડા ગામે વેપારીઓ દ્વારા બે વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:39:21
  • Views : 584
  • Modified Date : 2020-07-27 11:39:21

  દિયોદર તાલુકાના ચીભડા ગામે કોરોના મહામારી અંતર્ગત પ્રજાનું આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તે હેતુસર ગામના વેપારીઓ, અગ્રણીઓ, સરપંચ, સદસ્યો દ્વારા આગામી 15 ઓગસ્ટ સુધી સવારે 7-00 થી બપોરે 2-00 કલાક સુધી પોતાના ધંધા-રોજગારની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. અંદાજે 6 હજારની વસ્તી ધરાવતા ચીભડા ગામમાં 40 થી 50 નાની-મોટી દુકાનો આવેલી છે. જે દુકાનો પૈકી મેડિકલ અને દવાખાના સિવાયની તમામ દુકાનો બંધ રહેવાનો નિર્ણય રહેશે તેમજ દુકાનોમાં પૂરતું સેનીટાઇઝર માસ્ક તેમજ ડેરી આવતા ગ્રાહકો દુકાને આવતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્ટ અને આ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ બહારના શહેરમાંથી આવતા લોકો ગ્રામ પંચાયતને જાણ કરી 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહે તેવો નિર્ણય પંચાયત દ્વારા કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News