બેડી માર્કેટિંગ યાર્ડમાં 5માં દિવસે હડતાળ યથાવત, મિટીંગમાં બોલાચાલી, કેસો પાછા ખેંચવાની માંગ ઉપર વેપારીઓ અડગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 16:53:16
  • Views : 426
  • Modified Date : 2020-02-22 16:53:16

 મચ્છરોના ત્રાસના કારણે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે પણ હડતાળ યથાવત છે. હડતાળને પગલે યાર્ડના સત્તાધીશો, વેપારીઓ અને મજૂર અગ્રણીઓની બેઠકમાં સામસામે આક્ષેપો થયા હતા. અને સામસામે બોલાચાલી થતાં હોબાળો મચી ગયો હતો. એક તરફ જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ વેપારીઓ પોતાના પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉપર અડગ છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, વેપારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.  સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે ની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠકમાં વેપારીઓને સત્તાધીશો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં વેપારી એસોસીએશન પોલીસ કેસો પાછા ખેંચવાની પોતાની માંગ પર અડગ છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હડતાળ ચાલુ રહેશે. યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહએ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ છે. ભાજપનું જ એક જૂથ પાછલા બારણેથી હડતાળ કરાવી રહ્યું છે. રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી આજે 5માં દિવસે હડતાળ યથાવત છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી-2 ડેમમાંથી જળકુંભી દૂર થશે. મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ કામગીની શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે સવાલ છે. બીજી તરફ વેપારીઓની એવી માંગ છે કે પોલીસ દ્વારા જેની અટકાયત કરવામાં આવી હતી તે તમામના કેસ પાછા ખેંચવામાં આવે. જોકે હડતાળને લીધે રોજનું 10 કરોડનું ટર્ન ઓવર ઠપ થયું છે.

Download Our B K News Today App



Related News