ઓખાના સંવેદનશીલ દરિયામાં મરીન પોલીસનું પેટ્રોલિંગ લાંબા સમયથી બંધ, સુરક્ષા સામે સવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 12:48:04
  • Views : 350
  • Modified Date : 2020-08-28 12:48:04

      દરિયાઈ સિમાડે આવેલા અતિ સંવેદનશીલ ઓખા બંદરના દરિયામાં મરીન પોલીસનું પેટ્રોલિંગ છેલ્લા ઘણા સમયથી બંધ છે. જેથી સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. યાત્રાધામ દ્વારકા અને બેટ-દ્વારકામાં થોડા સમય પહેલા પાકિસ્તાની બોટ અને બાંગ્લાદેશી નાગરીક પકડાય જવાના 2 કિસ્સા બન્યા હોવા છતાં ઓખાના દરિયામાં મરીન પોલીસનું પેટ્રોલિંગ ઘણા સમયથી બંધ છે. જાણે સબ સલામત હોય તેવી રીતે દરિયામાં પેટ્રોલિંગ બંધ રાખવામાં આવ્યું છે. એટલે હાલ તો દરિયાઈ સુરક્ષા રામ ભરોસે છે.દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરએ હિન્દુ ધર્મનુ પ્રમુખ યાત્રાધામ સ્થળ છે. આઝાદીકાળથી પાકિસ્તાન જાસુસી સંસ્થા ISIના હિટ લીસ્ટમાં છે. 1965માં નિષ્ફળ પાકિસ્તાની બોમ્બાર્ડિંગ અને ત્યારબાદ વખતો વખતના અહેવાલો બાદ જગત મંદિરને ઝેડ પ્લસ સિક્યુરિટી કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આ જિલ્લાનું વ્યૂહાત્મક રીતે અતિ મહત્વ છે અને પાકિસ્તાનથી 90 નોટિકલ માઇલના જ અંતરે આવેલા ઓખા પોર્ટના મરીન પોલીસ સ્ટેશનને આજ કારણે દરિયાઇ પેટ્રોલિંગ માટે 3 સ્પીડ બોટો ફાળવવામાં આવી છે. જે ત્રણેય બોટ હાલમાં બંધ છે. પેટ્રોલિંગ બંધ હોવાથી સંવેદનશીલ વિસ્તાર દુશ્મન દેશ માટે રેઢો પટ સમાન બની ગયો છે.થોડા સમય પહેલા ઓખા કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ પકડવાના તથા ઓખામાંથી જ બાંગ્લાદેશી નાગરિક પકડાયા હોવાના બનાવો બન્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંના જ સલાયા બંદર ખાતેથી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયાના કિસ્સાઓ બની ગયા છે. આમ છતાં ઓખા મરીન પોલીસનું દરિયાઇ પેટ્રોલિંગ બંધ હોવું તે દેશના દરિયાઇ સીમાડા કેટલા સુરક્ષિત છે તે વિશે ઘણું બધુ કહી જાય છે.એક તરફ માછીમારી સીઝન ચાલી રહી છે. ત્યારે કોઇ અજાણી બોટ દેશની સરહદમાં ઘૂસી ન આવે તે માટે સતર્કતા ખૂબ જરૂરી બને છે. આવા સમયે દેશદ્રોહીઓને મોકળું મેદાન મળી રહે તે એક સ્વાભાવિક બાબત છે. દરિયાઇ સંવેદનશીલ વિસ્તારમાં નાપાક પાકિસ્તાનની હરકતોને અટકાવવા તંત્રએ તાત્કાલિક દરિયાઇ પેટ્રોલિંગ શરૂ કરાવવું જોઇએ.ઓખા મરીન પોલીસ સ્ટેશનને રાજ્ય સરકારે વશેષ તકેદારી રાખવા માટે ફાળવેલી 3 પેટ્રોલિંગ બોટ અંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનના PSI આર.એમ.મુંધવાએ કબૂલ્યું છે કે હાલમાં પેટ્રોલિંગ બોટ બંધ છે.

Download Our B K News Today App



Related News