જંબુસરના ધારાસભ્યને આફ્રિકાથી ધમકી ‘ગમે ત્યાં જઇશ ઉડાવી દઇશું’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:56:59
  • Views : 381
  • Modified Date : 2020-03-12 11:56:59

અમારે રાજકિય પીઠબળ ઘણું છે. તું ગમે તે રાજ્યમાં જઇશ તને ઉડાવી દઇશું. તેવી ધમકી ગત સોમવારેરાત્રે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીના મોબાઇલ પર મળતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ નંબર દક્ષિણ આફ્રિકાનો હોવાનું બહાર આવ્યું છે. કોલ કરનારે હનુમાનજી અને માતાજી વિશે ધાર્મિક લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. ટંકારીની શાળા બહારની ગંદકી સંદર્ભે થયેલી અરજીના મુદ્દે ધમકી મળી હોવાની તેમણે પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી છે. જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ગત 9 માર્ચે તેમના ઘર ટંકારી ખાતે કારમાં જઇ રહ્યા હતાં. તેમનો પર્સનલ પિયુષ પટેલ ડ્રાઇવિંગ કરતો હતો જ્યારે તેઓ બાજુની સીટ પર બેઠા હતાં. દરમિયાન રાત્રે 9:26 કલાકે તેમના મોબાઇલ પર વિદેશના નંબરથી એક કોલ આવ્યો હતો. તેમણે કોલ પીકઅપ કરતાં તેમને અપશબ્દો બોલી તું ગમે તે રાજ્યમાં જઇશ તો તને ઉડાવી દઇશું તેવી ધમકી આપી હનુમાનજી અને માતાજી વિશે ધાર્મિક લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતાં.

Download Our B K News Today App



Related News