એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 16:57:13
  • Views : 474
  • Modified Date : 2019-12-11 16:58:58

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વધુ એક વખત મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં વિદ્યાર્થિનીની છેડતી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારા મારી થઇ હતી આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. નવરંગપુરા પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી બાબતે વિદ્યાર્થીઓવચ્ચે મારામારી થઇ હતી, જેના પગલે કોલેજ કેમ્પસમા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ કાફલો આવી પહોચ્યો હતો પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.નરોડામાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.  એક તરફી પ્રેમ કરતો  ત્રાગડ ખાતે રહેતો  અમન સોલંકી નામનો  યુવક  વિદ્યાર્થિનીની પાછળ પડયો હતો અને રસ્તામાં આવતી જતી વખતે હેરાન પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીને ફોન કરતો હતો અને સ્નેપ ચેટ  તથા વોટ્સએપમાં મેસેજ કરીહેરાન કરતો હતો. વિદ્યાર્થિનીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જેથી વિદ્યાર્થિનીના મિત્રને હેરાન કરતો હતો.  જેથી વિદ્યાર્થિનીએ તેને કોલેજ પર મળવા બોલાવતાં બપોરે તે કોેલેજ પર આવ્યો હતો. આવીને વિદ્યાર્થિનીના મિત્ર આર્યનને લાફો મારી દીધો હતો. આર્યને તેને ધક્કો મારતાં વિદ્યાર્થિની  છોડવવા  માટે વચ્ચે પડતા તેની સાથે પર ધક્કામૂકી કરી હતી એટલું જ નહી આરોપીએ વિદ્યાર્થિનીને ધમકી આપી હોવાની ફરિયાદ આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.




Download Our B K News Today App



Related News