થરાની આંગણવાડીની માપણી કરવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 14:25:03
  • Views : 581
  • Modified Date : 2020-07-06 14:25:03

 થરામાં આંગણવાડીની માપણી તેમજ પાયા છાપવાનું કામ કરવા પહોંચેલા પાલિકા કર્મીઓ પર બે લોકોએ હુમલો કરતા પાલિકા ચીફ ઓફિસરના સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ બે સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. કાંકરેજની થરા પાલિકામાં ફરજ બજાવતા અંકુરભાઇ રજનીકાંતભાઈ ઠક્કર સહિત કર્મચારીઓ શનિવારે થરા પ્રાથમિક શાળા નં.-1 નજીક આવેલી આંગણવાડીની માપણી  તેમજ પાયા છાપવાનું કામ કરવા પહોંચ્યા હતા. જોકે તે સમયે થરા ખાતે રહેતા જેઠાજી મફાજી જાગાણી અને તેમના પત્નીએ આવીને "તમે કેમ અહીંયા પાયા છાપો છો’ તેવું કહી ઉશ્કેરાઇ જઇ પાલિકા કર્મીઓ ઉપર લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. ઘટનાની જાણ પાલિકાના ચીફ ઓફિસરને થતાં ચીફ ઓફિસર અંકિતકુમાર પ્રવીણભાઇ વાણિયાએ પાલિકા કર્મીઓ પર હુમલો કરી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરનારા જેઠાજી મફાજી જગાણી અને તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી પતિ પત્ની વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવના પગલે ચકચાર મચી હતી. 

Download Our B K News Today App



Related News