ઝંડ હનુમાન પાસે ચોતરફ મનમોહક વનરાજી, હાથણી માતાના ધોધે જંગલની સુંદરતામાં લગાવ્યા ચારચાંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 16:24:49
  • Views : 514
  • Modified Date : 2020-08-25 16:24:49

     વડોદરાથી 82 કિ.મી.ના અંતરે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પાસે ઝંડ હનુમાન મંદિર આવેલુ છું. આ મંદિરની આસપાસ ચોમાસાની સિઝનમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. લીલાઝમ વૃક્ષો, ધોધ અને તળાવોથી જંગલની સુંદરતામાં ખુબ જ વધારો થયો છે.પાવાગઢ પાસે આવેલા હાથણી માતાના ધોધ ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. હાથણી માતના ધોધમાંથી ભરપૂર પાણી વહી રહ્યું છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. જોકે અત્યારે આ ધોધને બંધ કરવામાં આવ્યો છે.મધ્ય ગુજરાત પાસે ખુબ જ સમૃદ્ધ કુદરતી સંપદા છે. ચોમાસુ એમાં પ્રાણ પૂરે છે. આ ઋતુ કુદરતના ખોળે જવાનું મૂક આમંત્રણ આપે છે. નવ પલ્લવિત જંગલ, પાણી ભરેલી મોસમી નદીઓ, ક્યાંક ઝરણાં, ક્યાંક ઉભરાતા છલકાતા તળાવોથી રોજિંદા જીવનનો થાક હરે છે. અત્યારે જંગલ અને અભયારણ્યોમાં પ્રવેશની મનાઇ હોય છે, પરંતુ મધ્ય ગુજરાતમાં એવા ઘણા રસ્તા છે જે આવા રળિયામણા જંગલમાં થઇને જ નીકળે છે. ઝંડ હનુમાન જેવી જગ્યાઓ જંગલની વચ્ચે જ આવેલી છે.આ જંગલોની વચ્ચે ઘણી જગ્યાઓ છે, જે ખૂબ પ્રાચીન અવશેષો ધરાવે છે. એ સંકેત આપે છે કે, આ જગ્યાઓએ કુદરતને સાચવીને આપણા પૂર્વજો રહેતા હતા. એ દર્શાવે છે કે, આ જંગલો ઘણાં જૂના છે, આપણા પૂર્વજોએ આપેલો હરિયાળો વારસો છે. એટલે પણ એને સાચવવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News