સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-20 15:42:52
  • Views : 178
  • Modified Date : 2024-06-20 15:42:52

સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હતા. આ પ્રવાસીઓમાં ગુજરાતના વડોદરાનો એક પરિવાર પણ ફસાયો હતો. જેમનું આજે રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનને કારણે વડોદરાના ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જો કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 5 દિવસથી વડોદરાનો રાણા પરિવાર સંપર્ક વિહોણો હતો. રેસક્યુ કરાયેલા પરિવારના 9 સભ્ય ગંગટોક જવા રવાના થયા છે. રાણા પરિવાર બાગડોગરા થઈને વડોદરા આવશે.સિક્કીમમાં વાદળ ફાટવાથી ઘણા પ્રવાસીઓ ફસાયા હતા. જેમાં ગુજરાતના આશરે 30 જેટલા પ્રવાસી લાચુંગ ગામે ફસાયા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી તથા પરિસ્થિતિ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સંકલન કરી માહિતી મેળવી હતી.

Download Our B K News Today App



Related News