ભારે વરસાદથી દ્વારકાના ખેતરોમાં પાણી ભરાતા લાખોની સંખ્યામાં માછલીઓનો ઉપદ્રવ, ખેતરોમાં ઉભા પાકને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 16:45:43
  • Views : 452
  • Modified Date : 2020-08-21 16:45:43

       દ્વારકા જિલ્લામાં છેલ્લા બે મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેતરોમાં પાણી ભરાય જતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત છે કે દ્વારકાના હંજરાપર, દાત્રાણા અને તેના આસપાસના ગામડાઓમાં ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓ પુષ્કળ પ્રમાણમાં આવી ચડી છે. જેથી ખેતરોમાં વાવેલા પાકને વધુ પ્રમાણમાં વરસાદી પાણી અને માછલીઓ બરબાદ કરી રહી છે.જેના લીધે ખેડૂતો પાયમાલ થવાના આરે આવી પહોંચ્યા છે.કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. સરેરાશ વરસાદની સરખામણીમાં લગભગ બસોથી ત્રણસો ટકા વરસાદ અહીં વરસી ચૂક્યો છે. સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાઇટ છેલ્લા ઓગણ- ત્રીસ દિવસથી બંધ છે. જે ખરેખર દર બે કલાકે અપડેટ કરવાની હોય છે. દ્વારકા તાલુકાના ગઢેચી ગામમાં પાણીમાં માછલાં ઉત્પન્ન થયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. દ્વારકાના ગઢેચી ગામ વરસાદી પાણીથી માછલાઓ ઉત્પતન થવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. અગાઉ પણ દ્વારકા જિલ્લાના અન્ય ખેતરોમાં માછલાંઓ ઉત્પન્ન થયા હોવાના બનાવો બન્યા છે.વરસાદી પાણીથી ખેતરોમાં શેવાળ જામી ગયો છે. ખેતરોમાં માછલીઓ આવી ગઈ છે. જેથી પાક ખરાબ થઇ ગયો છે. આથી આવા ખેડૂતોને સરકારે સહાય કરવી જોઈએ.

Download Our B K News Today App



Related News