માનવતાનું કાર્ય કરતા કોઈટા ગામના નરોતમભાઈ લીમ્બાચીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:58:38
  • Views : 548
  • Modified Date : 2019-11-28 12:58:38

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે પ્રધાનજી નથુજી ઠાકોરના ફાર્મ પર તબેલામાં ઝેરી સાપ હોવાની જાણ થતાં ભગાજી પ્રધાનજી ઠાકોરે કોઇટા ગામના જીવપ્રેમી નરોતમભાઇ પુંજીરામ લીમ્બાચીયાને ફોન કરીને બોલાવ્યા હતા અને સાપ પકડી સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો. આ બાબતે જીવપ્રેમી નરોતમભાઇ  લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે અગાઉ ખારેડા ગામે હું સાપ પકડવા આવ્યો હતો ત્યારે સાપે મને આંગળીએ ડંખ  માર્યો હતો તાત્કાલિક પાટણ દવાખાને દવા કરાવી હતી છતાં સાપના જીવ બચાવું છું.  ભગવાનની કૃપાથી ઘણાં ઝેરી સાપોને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દઉ છું. જે સાપ પકડયો છે તે કોબ્રા નામનો બહુ ઝેરી સાપ છે. સાપોમાં ઘણી જાતીઓ હોય છે જયારે સાપ ફેણ ચડાવે ત્યારે ખબર પડે છે કઇ જાતિનો છે.



Download Our B K News Today App



Related News