કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતને ધરી ભેટ, અહીં સ્થપાશે સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 16:11:15
  • Views : 613
  • Modified Date : 2019-06-30 19:47:07

પ્રવાસનક્ષેત્રે મુંબઈ-ગોવા વચ્ચે ક્રુઝ ર્સિવસ છે. ગુજરાતમાં હજીરા ખાતે ક્રુઝ ર્ટિમનલની સુવિધાઓ તૈયાર થઈ ચૂકી છે. આથી હજીરાથી સુરત- મુંબઈ અને ગોવા વચ્ચે ક્રુઝ શરૂ થઈ શકે તેમ છે. તદ્દ ઉપરાંત સોમનાથ પાસે કાજલી બંદરે ક્રુઝ ર્ટિમનલ સ્થાપવા પ્રસ્તાવ મળ્યો છે.

શક્યતાદર્શી સંસોધન અહેવાલને આધારે ભારત સરકાર આ દિશામાં મદદ કરવા ઉત્સુક હોવાનું શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ.

ભારત સરકારમાં પોર્ટ, ર્ફિટલાઈઝર અને શિપિંગ રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યા બાદ શનિવારે ગાંધીનગર આવેલા મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતી યુવાનો, સૌરાષ્ટ્ર- કચ્છમાં પરંપરાગત દરિયા સાથે સંકળાયેલા માછીમાર, સાગરખેડૂની યુવાપેઢીને શિપિંગ સેક્ટરમાં રોજગાર મળે તે ઉદ્દેશ્યથી માણવદર અને ઉના ખાતે ચેન્નઈ સ્થિત મેરિટાઈમ યુનિર્વિસટી સંલગ્ન કોંચિંગ સેન્ટર શરૃ કર્યા છે. જ્યાં યુવાનોને ખાસ ટ્રેઈનિંગ આપીને ર્સિટફાઈડ કરાશે.

જેથી ડિજી શિપિંગની પરીક્ષામાં તેઓ સફળ થાય અને શિપિંગક્ષેત્રે કારકિર્દી માટે તેમને તક મળશે. આ ક્ષેત્રે રહેલી ક્ષિતિજો અંગે તેમણે ઉમેર્યુ હતુ કે, વૈશ્વિક સ્તરે 50 લાખ રોજગારીની તકો છે. ત્રણ વર્ષ પહેલા તેમાં માત્ર 92,000 ભારતીયો હતા. કોંચિંગ અને ર્સિટફિકેશન કાર્યક્રમોથી 2.14 લાખ ભારતીય યુવાનો વિશ્વભરની શિંપિંગ કંપનીઓમાં રોજગારી મેળવી રહ્યા છે. ગુજરાતમાં પણ આ દિશઆમા ભાર મુકાશે.

Download Our B K News Today App



Related News