ભાજપ હાઈકમાન્ડ દ્વારા સુમુલ ડેરીના પ્રમુખ તરીકે માનસિંહ પટેલનું નામ જાહેર, ઉપપ્રમુખ રાજુ પાઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 14:24:23
  • Views : 485
  • Modified Date : 2020-09-04 14:24:23

      સુમુલ ડેરીના 4500 કરોડના વહીવટ પર આજે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે માનસિંહ પટેલને પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છું. જ્યારે રાજુ પાઠકને ઉપપ્રમુખ તરીકેનું નામ જાહેર કર્યું છે. સુમુલ ડેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને ત્યાં મહોર મરાશે.સુમુલની 7 ઓગસ્ટે થયેલી ડિરેક્ટર્સની ચૂંટણીમાં સત્તાધારી અને સહકાર પેનલને સરખી એટલે કે 8-8 સિટ આ‌વી હતી. સ્ટેટ રજિસ્ટ્રારે સરકાર નિયુક્ત પ્રતિનિધીઓ નિમવા 2 નામો માંગતાં માનસિંહ જૂથના 2 નેતા નામ આગળ કરાયા હતા. જેને વિરોધ વચ્ચે મંજૂરી મળતાં સરકારી પ્રતિનિધીઓની ડેરીમાં ચૂંટણી અને મતના હકને મામલો હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે 2 સરકારી પ્રતિનિધીઓના મત અલગ જ્યારે ચૂંટાયેલા 16 ડિરેક્ટર્સ, 2 એનડીડીબીના પ્રતિનિધી અને 1 મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધી એમ કુલ 19 મતોને અલગ કવરમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. જેના પર આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર​​​​​​, મંત્રી ગણપત વસાવાની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, બધા બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા થઈ હતી. ત્યારબાદ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક રહેશે. બંને અનુભવી છે, ડેરી હજુ પણ ઉતરોતર પ્રગતિ કરે અને આ બંને જિલ્લાના છેવાડાના પશુપાલકોને સારુ વળતર મળે તે માટે બંને ટીમ તરીકે કામ કરવાના છે.માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, મોવડી મંડળે વાઇસ ચેરમેન અને ચેરમેનના નામો નક્કી કર્યા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને ત્યાં મહોર મરાશે, પશુપાલકોના ગ્રામ્ય વિસ્તારમાં જે વિકાસના કામો કરવાના છે તે પ્રવૃત્તિ અગાઉથી કરતા આવ્યા છે અને વધુ મજબૂત કરવામાં આવશે. પશુપાલકોના પડતર પશ્નોના નિકાલ કરાશે, એની માહિતી પણ આપવામાં આવશે, જે પશુપાલકો માટે યોજનાઓ ચાલુ છે તે યોજનાઓનો ચોક્સાઈથી અમલ કરાશે.

Download Our B K News Today App



Related News