મનમોહન સિંહને લઇ અમિત શાહનો મોટો નિર્ણય,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:05:24
  • Views : 972
  • Modified Date : 2019-08-26 12:05:24

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવી દેવામાં આવી છે અને હવે તેમને માત્ર ઝેડ+ સુરક્ષા અપાશે. ગૃહમંત્રાલયે નિવેદન રજૂ કરીને કહ્યું કે સુરક્ષાને લઇ નિર્ણય સંપૂર્ણપણે પ્રોફેશનલ આધાર પર કરાયો છે. મંત્રાલયનું કહેવું છે કે નક્કી સમય બાદ સુરક્ષા વ્યવસ્થાનો રિવ્યુ કરાયો છે. આ સામાન્ય પ્રક્રિયા છે અને તેના અંતર્ગત જ સુરક્ષા ઘટાડવાનો કે વધારવાનો નિર્ણય લેવાય છે.મનમોહન સિંહને ઝેડ+ સુરક્ષા મળતી રહેશે, પરંતુ અત્યાર સુધી તેમને એસપીજી સુરક્ષા મળતી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે હાલની સુરક્ષા કવર રિવ્યૂ નક્કી સમય પર થનાર નિયમિત વ્યવસ્થા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા રિવ્યુ અને ખતરાની આશંકાને જોતા આ નિર્ણય લેવાય છે. પૂર્વ વડાપ્રધાન ડૉકટર મનમોહન સિંહને ઝેડ+ સિક્યોરિટી મળતી રહેશે.ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહ મંત્રાલય સંભાળી રહ્યા છે ત્યારે ચોક્કસ તેમના નેતૃત્વમાં આ નિર્ણય લેવાયો હશે.ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહ મંત્રાલય સંભાળી રહ્યા છે ત્યારે ચોક્કસ તેમના નેતૃત્વમાં આ નિર્ણય લેવાયો હશે.

Download Our B K News Today App



Related News