મંજુલિકા!...ભૂલ ભૂલૈયાનું ટીઝર થયું રીલીઝ, આ ગુજરાતી અભિનેત્રી પણ દેખાશે કાર્તિક આર્યન સાથે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:55:46
  • Views : 222
  • Modified Date : 2022-04-14 15:55:46

 

કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૂલ ભુલૈયા 2નું ટીઝર રીલીઝ

મોન્જોલિકાની અવાજમાં જૂનુ ગીત સાંભળવા મળે છે, 'આમા છે તોમાર...'

કાર્તિક આર્યન તાંત્રિક બાબા બની ભૂતને ભગાડતા જોવા મળશે 

મોન્જોલિકાની અવાજ ફરી સાંભળવા મળશે !

ટીઝરમાં બતાવવામાં આવે છે કે અંધેરી હવેલીમાં અચાનક પડછાયો દેખાય છે, જ્યાં પહેલા ક્યારેય સંભળાયેલો અવાજ ફરીથી ગુંજે છે. આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ મોન્જોલિકાનો છે. મોન્જોલિકાની અવાજમાં જૂનુ ગીત સાંભળવા મળે છે, 'આમા છે તોમાર...' ગીત સાંભળતા જ અભિનેત્રી વિદ્યા બાલનની યાદ આવી જાય છે ત્યારે હવેલીની અંદર ઘણા અરસાથી બંધ પડેલા જૂના દરવાજાની પાછળ જોરજોરથી ખખડાવવાનો અવાજ સંભળાય છે. શું આ તે મોન્જોલિકા છે? ટીઝર જોઈને મનમાં સવાલ આવશ્ય થાય છે. 

 

'ભૂલ ભુલૈયા 2'નું ટીઝર રીલીઝ 

ત્યારબાદ કહાની મુખ્ય પાત્રની થાય છે. અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયાની ફ્રેન્ચાઈઝી ભૂલ ભુલૈયા 2માં આ વખતે કાર્તિક આર્યન તાંત્રિક બાબા બની ભૂતને ભગાડતા જોવા મળશે. ટીઝરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે મોન્જોલિકાના પગનો અવાજ, છણછણ કરતા ઝાંઝરા, એક મોટા જોખમનો અવાજ સંભળાય છે ત્યારે થાય છે કાર્તિક આર્યનની એન્ટ્રી. બિન્દાસ્ત તાંત્રિકનો વેશ ધારણ કરીને કાર્તિક આર્યન એન્ટ્રી કરે છે. ગુજરાતી અભિનેત્રી વ્યોમ આનંદી આ ફિલ્મમાં અભિનય કરશે. આ સાથે અભિનેતા રાજપાલ યાદવ પણ દેખાય છે.  

 

ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' 20 મેના રોજ થિયેટરોમાં આવશે

પ્રશંસકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. એવામાં આ ફિલ્નું ટીઝર સામે આવી ગયુ છે. થોડા દિવસ બાદ ટ્રેલર પણ રીલીઝ કરવામાં આવશે. પ્રશંસકો માટે રાહતની વાત એ છે કે ફિલ્મની રીલીઝીંગ ડેટનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 20 મેના રોજ થિયેટરોમાં આવશે. 

 

 

Download Our B K News Today App



Related News