અંબાજી મંદિરના ૩ ગેટ બંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:50:14
  • Views : 426
  • Modified Date : 2020-03-18 12:50:14

અંબાજી મંદિરના ૩ ગેટ બંદ 

શક્તિ, ભક્તિ અનઆસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર પહાડો પર વસેલું છે. આ ધામ પહાડી વિસ્તાર પર આવેલું હોઈ અહીં હાલમાં ઠંડીનો ભારે અહેસાસ થાય છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જગ વિખ્યાત ધામ અંબાજી ખાતે ૧૭ માર્ચથી વહેલી સવારે મંદિર પ્રવેશના ત્રણ ગેટ બંદ કરવામાં આવ્યા હતા. માઈ ભક્તો માટે દર્શન માટે અંબાજી મંદિરના મુખ્ય દ્વાર શક્તિ દ્વારથી જ ગેટ પ્રવેશ કરી ત્યાં ડેટોલ વડે હાથ ધોઈને પ્રવેશ આપવાનો નિર્ણય અંબાજી મંદિર ટ્રસ્ટે જાગૃતતાના ભાગરૂપે કર્યો છે. ત્યારે  અંબાજી મંદિર ખાતે માઈ ભક્તોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અંબાજી મંદિરના સ્ટાફ પણ મોઢે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને સફાઈ કર્મચારીઓ પણ મોઢે માસ્ક બાંધીને સફાઈ કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિર દર્શન માટે બંદ કરવામાં આવ્યુ નથી પણ સાવચેતીના ભાગરૂપે મુખ્યદ્વારથી જ પ્રવેશ કરી હાથ ધોઈને મંદિરમાં જવા માટે નિર્ણય કરતા  અંબાજી મંદિર ખાલીખમ લાગતું હતું. કોરોના વાઇરસની અસરને પગલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી  વહેલી સવારથીજ અંબાજી મંદિરમાં પ્રવેશવાના ૭,૮ અને ૯ નંબર ગેટ દર્શનાર્થીઓ માટે બંદ કરાયા હતા. જયારે માઈ ભક્તો માટે દર્શન માટે શક્તિદ્વાર ગેટ પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. અહીં તમામ સીક્યુરિટી સ્ટાફ મોઢે માસ્ક લગાવી ફરજ બજાવતા જોવા મળ્યા હતા.  અહીં હાથ ધોવા માટે પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. ભક્તો હાથ ધોઈને મંદિરમાં દર્શન માટે જતા જોવા મળ્યા હતા બીજી તરફ અંબાજી મંદિરના મહારાજ પણ માથે માસ્ક લગાવી પૂજા કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરની હવન શાળા પણ ખાલીખમ જોવા મળી હતી. અંબાજી મંદિરનો ચાચરચોક પણ ખાલી જોવા મળ્યો હતો. મંદિરના અંદર પણ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. વિજાપુરથી એક માઈ ભક્ત દંડવત પ્રણામ કરીને મંદિરમાં આવ્યા હતા અને તેમને માસ્ક પણ પહેર્યુ હતુ. અંબાજી મંદિરના સફાઈ કર્મીઓ પણ મોઢે માસ્ક લગાવી સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય અંબાજી મંદિરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બી.સી.એ. કોલેજ, વિજ્ઞાન પ્રવાહ અને સંસ્કૃત મહા વિદ્યાલય ખાતે ૩૧ તારીખ સુધી રજા રાખવામાં આવી છે. અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે પણ આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News