વાવમાં એક રાતમાં તાલુકા પંચાયત મંદિર અને દુકાનના તાળાં તૂટ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:47:15
  • Views : 499
  • Modified Date : 2020-07-14 11:47:15

વાવમાં રવિવારે રાત્રે તાલુકા પંચાયત કચેરી તેમજ તેની સામે આવેલ એક મંદિર અને એક દુકાનના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ચોરોને કંઈ હાથ ન લાગતાં ફોગટ ફેરો પડ્યો હતો.રવિવારની રાત્રે સખ્સો  વાવ તાલુકા પંચાયત કચેરીનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્રમુખની ઓફિસમાં તેમના ટેબલના લોક, તિજોરીનો લોક તોડી નાખ્યા હતા તેમજ હિસાબી શાખામાં પણ ફાઇલો ફેંદી હતી.ગાયત્રી મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો તેમજ જુના બસ સ્ટેશન સામે એક વેપારીની દુકાનની બાજુમાં આવેલ વખારનું પણ તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સોમવારે વહેલી સવારે ચોરીની ખબર પડતાં વાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે કંઇ જ ચોરાયું ન હોવાથી પંચાયત, મંદિરના પૂજારી અને વેપારીએ રાહત અનુભવી હતી.

Download Our B K News Today App



Related News