વડગામના મજાદરમાં થતાં રેલ્વે ઓવરબ્રીજ કામમાં કોન્ટ્રાકટરે માનવતા નેવે મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 11:37:15
  • Views : 458
  • Modified Date : 2019-05-09 11:37:15

વડગામ તાલુકાના મજાદરમાં ગામ વચ્ચેથી રેલ્વેના પાટા પસાર થાય છે અને ત્યાં ફાટક હતું. પણ હાલમાં બાજુમાં નવી રેલ્વે લાઈનના પાટાનું કામ ચાલુ હોવાથી  ત્યાં ઓવરબ્રીજ બનાવવા માટે સરકારે એજન્સીને કામ આપવામાં આવ્યું છે. આ ઓવરબ્રીજ ગામના લોકોના ઘર પરથી નીકળે છે. ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભિતી રહીશો સેવી રહ્યા છે.  રહીશોએ કોન્ટ્રાકટરે અને સરકારી જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં આંખ આડા કાન કર્યા હતા. જેને લઇ લોકોનું કહેવું છે કે  કોન્ટ્રાકટર અને અધિકારીઓએ માનવતા નેવે મૂકી ઘર પર જ ઓવરબ્રીજનું કામ ચાલુ રાખ્યું છે. જેને રહેતા લોકોમાં આખો દિવસ ભય ફેલાયેલો રહે છે. ત્યારે અધિકારીઓ અને
કોન્ટ્રાકટર  જે રીતે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે સરકારે કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટમાં મૂકી અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.
વડગામ તાલુકાના મજાદરમાં છેલ્લાં કેટલાંય સમયથી રેલ્વે ફાટકની જગ્યાએ હાલમાં સરકાર દ્વારા

 ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે અને આ કામ એક પ્રાઈવેટ એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ ઓવરબ્રીજના કામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓએ માનવતા નેવે મૂકી લોકોના ઘર પરથી ઓવરબ્રીજનું કામ ચાલુ રાખ્યું છે ત્યારે આ ચાલુ કામમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેને લઇ કેટલાંય સવાલો ઊભા થવા પામ્યા છે.  ત્યારે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યારથી આ કામ ચાલુ થયું ત્યારથી તેઓ કોઈને પણ પૂછ્યા વગર કામ કરી રહ્યા છે. આજુબાજુ રહેતા લોકોને પણ કોઈ જ પુછયુ નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની ભગતથી મટીરીયલ હલકી ગુણવત્તાનું વપરાય છે તો કામમાં પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે.  ઓવરબ્રીજ પહેલા એપ્રોચ રોડ હજુ બનાવ્યો નથી. જ્યાં કામ ચાલે છે તેના નજીક ઘર આવેલા હોવાથી ચાલુ કામે  રેત ઉડે છે છતાં ગ્રીન નેટ લગાવવા આવી નથી. ડાયવર્ઝનના બોર્ડ કે નિશાનીઓ નથી લગાવવામાં  આવી. હાલ જે રસ્તો છે તેમાં ઢીચણ સમા ખાડા પડયા હોવાથી વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગામમાંથી કોઈને દવાખાને જવા, સ્કૂલમાં બાળકોને જવા માટે લોકોને છેલ્લાં છ મહિનાથી ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. અને ઓવરબ્રીજના કોન્ટ્રાકટર દ્વારા હજુ સુધી કોઈજ આવી  વ્યવસ્થા કરવામાં નથી આવી. ત્યારે આ અંગે ગામના રહીશ ઇમરાન ખાન જુનકિયાએ જણાવ્યું હતું કે આ ઓવરબ્રીજનું કામ મને પૂછ્યા વગર કે કહ્યા વગર  મારા ઘર પર અડીને ચાલતું હોવાથી કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે મે અધિકારીઓ અને કોન્ટ્રાકટરને જાણ કરી હતી. પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેથી કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટમાં મૂકી રૂપિયાની રીકવરી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં તેવી ઇમરાનભાઈએ માંગ કરી હતી. તો બીજી બાજુ આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે આ ઓવરબ્રીજના કોન્ટ્રાકટરનું બિલ અટકાવવામાં આવે અને સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે.

Download Our B K News Today App



Related News