મન કી બાતમાં મહાત્મા ગાંધી, શ્રીકૃષ્ણનો અને સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 14:59:06
  • Views : 450
  • Modified Date : 2019-08-25 14:59:06

પીએમ મોદીએ આજે ફરી એક વખત રેડિયો થકી દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. જેમાં તેમણે મહાત્મા ગાંધી, ભગવાન શ્રીકૃષ્ણનો અને સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, ગઈકાલે આખા દેશે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવ્યો હતો.કોઈ વિચારી શકે છે કે, એ કેવુ વ્યક્તિત્વ હશે કે હજારો વર્ષ બાદ પણ તેમનો જન્મદિવસ નવી પ્રેરણા અને ઉર્જા આપે છે. શ્રીકૃષ્ણના જીવનમાંથી દરેક સમસ્યાઓનુ સમાધન મળી શકે છે. વિવિધતાઓથી ભરેલુ તેમનુ જીવન સમાજશક્તિને અને લોકશક્તિને સમર્પિત હતુ.તેમણે સારથીનુ કામ પણ સ્વીકાર્યુ હતુ અને સુદામાની દોસ્તી થકી મિત્રતાનો સંદેશ પણ આપ્યો હતો.પતરાળા પણ ઉઠાવ્યા હતા અને પર્વત પણ ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે, સુદર્શનધારી મોહન એટલે કે શ્રીકૃષ્ણ યમુના તટ છોડીને ગુજરાતના સમુદ્ર તટ પર વસ્યા હતા તો અન્ય એક મોહન એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીએ પોરબંદરનો દરિયાકિનારો છોડીને દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. જે રીતે સુદર્શનચક્રધારી મોહને હજારો વર્ષ પહેલા યુધ્ધ ટાળવાનો પ્રયત્ન કર્યો તે રીતે ચરખાધારી મોહને સ્વતંત્રતા માટે આઝાદીના જંગને એવો વળાંક આપ્યો કે આખા જગત માટે તે અજાયબીરુપ બની ગયા.

તેમણે કહ્હયુ હતુ કે, મહાત્મા ગાંધીના જીવન સાથે એક વાત હંમેશા જોડાયેલી રહી છે અને તે છે સેવાભાવ,તેમનુ આખુ જીવન બીજા લોકોની સેવા માટે જાણે સમર્પિત હતુ. સાઉથ આફ્રિકામાં રંગભેદનો શિકાર બનેલા લોકોની, ચંપારણ્યમમાં ભેદભાવનો ભોગ બનેલા ખેડૂતોની , શોષણનો ભોગ બનેલા મિલ માલિકોની , ગરીબો, ભૂખ્યા અને કમજોર લોકોની તેમણે આખુ જીવન સેવા કરી હતી.સત્ય સાથે ગાંધીજીનો અતૂટ નાતો રહ્યો હતો. જ્યારે જેમને જરુર પડી ત્યારે ગાંધીજી સેવા કરવા માટે પહોંચી ગયા હતા.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે આત્મચિંતન કરવાની જરુર છે.આપણે સામૂહિકતાની તાકાત બતાવીએ.એકાદ સેવાનુ કમ કરીએ.મહિલાઓ પણ તેમાં જોડાઈ શકે છે. 130 કરોડ દેશવાસીઓ ધારે તો 130 કરોડ જાતના સેવાકાર્યો હાથમાં લઈ શકે છે. માત્ર સદભાવ અને પૂર્ણ સમપર્ણની ભાવના હોવી જોઈએ.

Download Our B K News Today App



Related News