ડીસામાં સાડા 3 વર્ષના બાળકને કચોરી આપવાના બહાને બોલાવી શખ્સે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 11:57:37
  • Views : 1264
  • Modified Date : 2020-08-06 11:57:37

   ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને કચોરી અને દહીંવડાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ચકચાર મચી છે. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે યુવક સામે પોસ્કો સહિતની કલમ સાથે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ડીસા શહેરના જુના બસ સ્ટેશન નજીક અને બેકરી કુવા વ્હોળા પાસે આવેલ મંદિર સામે રહેતાં મુસ્લિમ પરીવારને ત્યાં બકરી ઇદ પ્રસંગે અમદાવાદથી મહેમાન આવ્યાં હતાં.જો કે, મામાના ઘરે આવેલ સાડા ત્રણ વર્ષનો માસુમ સોમવારે સવારે નવેક વાગ્યાના સુમારે જીપમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. જે દરમ્યાન બાજુમાં જ રહેતાં પ્રેમકુમાર વિરદારામ માળીએ દહીવડા અને કચોરીની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આથી બાળકના મામાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પ્રેમકુમાર વિરદારામ માળી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 377 તેમજ પોસ્કો એકટ કલમ 4, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ જે.વાય.ચૌહાણ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News