દિયોદરના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદન પત્ર જાણો કેમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 18:10:24
  • Views : 468
  • Modified Date : 2019-12-17 18:10:24


 દિયોદરના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદન પત્ર. કમોસમી વરસાદ અને પવન સાથે વરસાદ તૂટી પડતાં દિયોદર વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે ભયાનક વરસાદથી ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુંકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય સર્વેની કામગીરી હાથ ધરી નુકશાનીવાળા ખેડૂતોને પૂરતી સહાય આપી જગતના તાતની વારે આવવા દિયોદરના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.ગુરુવારની સાંજે આવેલ ભયાનક પવન સાથે વરસાદ તૂટી પડતાં સમગ્ર દિયોદર પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જેમાં ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.  ત્યારે દિયોદર તાલુકાના ખેડૂતો એક થઈ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે ત્યારે  હવે જોવાનું એ રહ્યું કે કમોસમી વરસાદથી દિયોદર તથા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોંઘા જીરા,રાયડો, એરંડાના પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના જીરાનો પાક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉગાડવાની મોસમ હોય છે જે હવે જીરા વાવણીની મોસમ સમય વિપરીત પરિસ્થિતિમા વાવણી થઈ શકે એમ ન હોય મોંઘા બિયારણે ખેડૂતની કમર તોડી નાખી છે. ત્યારે એમની માંગ સરકાર કયારે સાંભળે છે એ તો આવનારો સમય બતાવશે.

 


Download Our B K News Today App



Related News