હરિયાણાની મામીને ડીસાનો ભાણો ભગાડી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:22:34
  • Views : 1292
  • Modified Date : 2020-07-28 11:22:34

  ડીસાનો ભાણિયો હરિયાણાના મહેન્દ્રગઢથી સગી મામીને ભગાડી જતાં મહિલાના પતિ અને આરોપીના મામાની ફરિયાદના આધારે હરિયાણા પોલીસ ભાણીયાની ધરપકડ કરવા ડીસા પહોંચી હતી. જોકે ડીસામાં પણ ફરાર મામી-ભાણેજ હાથ ના લાગતા હરિયાણા પોલીસને ફેરો માથે પડ્યો છે.મામી મારફતે ભાણેજે 30 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. હરિયાણાના મહેન્દ્રગઢના બહોલ્લા સેનીપુરના રહેવાસી અને પ્રોપર્ટી ડીલરનું કામ કરતા વિનોદભાઇ રતનલાલ સૈનીની પત્નીને ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો સગો ભાણેજ રાહુલ ગત 16 મી જુલાઈના રોજ ભગાડી જતાં વિનોદભાઈ અને તેમના ચાર સંતાનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકડાઉન પહેલા વિનોદભાઈના બહેન બાલાબેન અને તેમના બન્ને ભાણેજ રાહુલ અને દિપક ડીસાથી મામા વિનોદભાઈના ઘરે હરિયાણા ગયા હતા. બાદમાં લોકડાઉન અમલ થઈ જતા તેઓ મામાના ઘરે જ રોકાઈ ગયા હતા. જોકે એ સમયે રાહુલને મામી સાથે આંખો મળી જતા રાહુલે મામી મારફત મામાના જોઇન્ટ એકાઉન્ટમાંથી આશરે 30 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા આ દરમિયાન 18 જૂને વિનોદભાઈના બેન-બનેવી અને ભાણેજ ડીસા ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ ભાણેજ રાહુલે મામી સાથે ફોન પર સંપર્ક ચાલુ રાખ્યા બાદ 16 મી જુલાઈના રોજ મહિલા અને રાહુલ રાજસ્થાનના અજમેર ખાતેની હોટલમાં મળ્યા હતા. આ હોટેલમાં 21 જુલાઈ સુધી રોકાયા બાદ ફરાર થઇ ગયેલા મામી-ભાણેજનો હજુ કોઈ પતો મળ્યો નથી. જેથી મામા વિનોદભાઈએ હરિયાણામાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે હરિયાણાની મહેન્દ્રગઢ પોલીસ તપાસ અર્થે અજમેર દોડી આવી હતી પરંતુ મામી અને ભાણેજ ત્યાંથી નીકળી ગયા હોઈ હરિયાણા પોલીસ મહિલાના પતિ વિનોદભાઇ સાથે ડીસા આવ ગઈ હતી. જોકે વિનોદભાઈના બહેન અને બનેવીએ પોલીસ મથકે હાજર થઈ રાહુલ પણ ગુમ થઈ ગયો હોઈ તેમણે જાણવા જોગ અરજી કરી છે તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News