ભ્રાતા બલભદ્ર બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથનું મામેરૂ ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:03:28
  • Views : 455
  • Modified Date : 2019-07-03 11:03:28

ડીસા નગરમાં ભગવાન જગન્નાથ  ભ્રાતા બલભદ્ર રથા બહેન સુભદ્રા સાથે મોસાળે
પધાર્યા છે. ત્યારે  બપોરે મોસાળ બાદ વાજતે ગાજતે નિજ મંદિર
 પરત ફર્યા હતા.
અષાઢી બીજના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે પ્રભુ જગન્નાથની ૨૧ મી વખત નગરયાત્રાએ નીકળી ભક્તોને દર્શન આપશે. ત્યારે હાલ તો છેલ્લાં ૧૦ દિવસથી ભગવાન જગન્નાથ ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સાંઈબાબા ખાતે મોસાળે
પધાર્યા છે. ત્યારે  બપોરે ભગવાન જગન્નાથ ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાનું મોસાળ ભરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન અને ભ્રાતા માટે ચાંદીના કડા બહેન સુભદ્રા માટે ચાંદીનો  કેડનો કંદોરો નીતનવા કપડાનો શણગાર કરવામાં આવ્યો હતો. બાદમાં પ્રભુ વાજતે ગાજતે નિજ મંદિર
પરત ફર્યા હતા.

Download Our B K News Today App



Related News