રાફેલ અને સબરીમાલા સમીક્ષા અરજીઓ મામલે આજે ચુકાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:04:53
  • Views : 667
  • Modified Date : 2019-11-14 13:04:53


સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપી દેવામાં આવ્યા બાદ હવે વધુ કેટલાક મહત્વપૂર્ણ ચુકાદા જાહેર કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટ આવતીકાલે ખુબ જ જટિલ અને ચર્ચાસ્પદ રાફેલ અને સબરીમાલા મામલામાં પણ ચુકાદો જાહેર કરનાર છે. આ બે ચુકાદાને લઇને પણ પહેલાથી જ કાયદાકીય નિષ્ણાંતો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ સબરીમાળા ચુકાદો ભારતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને જસ્ટીસ રોહિન્ટન ફાળી નરિમન, એએમ ખાનવિલકર, ડીવાય ચન્દ્રચુડ તેમજ ઇન્દુ મલહોત્રા દ્વારા જાહેર કરવામાં આવનાર છે. આ ચુકાદો સવારે ૧૦-૩૦ વાગે આપવામાં આવનાર છે. આવી જ રીતે ત્રણ જજની બેંચ જેમાં ચીફ જસ્ટીસ તરૂણ ગોગોઇ, જસ્ટીસ સંજય કિશન અને કેએમ જાસેફ સામેલ છે તે રાફેલ મામલે ચુકાદો જાહેર કરનાર છે. સબરીમાલા ચુકાદા બાદ આ ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. સબરીમાલાના કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮માં ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ૧૦થી ૫૦ વર્ષની વયની વચ્ચેની મહિલાની એન્ટ્રી પરના પ્રતિબંધને ઉઠાવી લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.અત્રે નોંધનીય છે કે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. મહિલાઓને પ્રવેશની મંજુરી આખરે મળી ગઇ હતી. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિમાં મહિલાનુ સ્થાન આદરણીય છે. અહીં મહિલાઓને દેવીની જેમ પુજવામાં આવે છે અને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવી રહી હતી.  સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ૪-૧ની બહુમતિ સાથે આવ્યો હતો.એ વખતે ફેંસલો  વાંચતા ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે ભગવાન અયપ્પા ના ભક્તો હિન્દુ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી જાગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિર મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રને કહ્યું હતું કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ એવી જ રીતે છે જે રીતે દલિતોની સાથે અસ્પૃશ્યતાનો મામલો રહેલો છે.રાફેલ, સબરીમાલા સમીક્ષા પર ચુકાદો આપવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના બંને ચુકાદા ખુબ મહત્વપૂર્ણ બની રહેશે. ચીફ જÂસ્ટન રંજન ગોગોઇ ૧૭મી તારીખના દિવસે નિવૃત્ત થનાર છે. આ પહેલા તમામ પેન્ડિંગ રહેલા મહત્વના ચુકાદા પર નિર્ણય આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મુકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને અગાઉ તમામ વયની મહિલાઓને મંજુરી અપાઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવા ૧૯ રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી જેના પર આવતીકાલે ચુકાદો અપાશે. સુપ્રીમ કોર્ટે રાફેલની ખરીદીની તપાસ એસઆઈટી પાસેથી કરાવવાની માંગને પહેલાથી જ ફગાવી દીધી છે. મોડેથી સુપ્રીમ કોર્ટે કેટલાક નવા તથ્ય સપાટી ઉપર આવ્યા બાદ તર્ક પર રિવ્યુ પિટિશન Âસ્વકાર કરી હતી. હવે આ મામલા પર કોર્ટનો ચુકાદો આવનાર છે. રાહુલ ગાંધી પર રાફેલ વિવાદ મામલામાં દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી પર પણ ચુકાદો આવી શકે છે. વડાપ્રધાન મોદી માટે ચોકીદાર ચોર હૈના નારાના પ્રયોગને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 

જાડવાની સામે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી તરફથી રાહુલની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.



Download Our B K News Today App



Related News