પાલનપુર નગરપાલિકાનો વ્યવસાયવેરો ન ભરનારની મિલકતો સીલ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:40:31
  • Views : 343
  • Modified Date : 2020-03-18 13:40:31

પાલનપુર નગરપાલિકાનો વ્યવસાયવેરો ન ભરનારની મિલકતો સીલ કરાઇ

પાલનપુર નગરપાલિકાના વ્યવસાયવેરો ન ભરનાર ૩૦૦ ઉપરાંતના રીઢા બાકીદારોને નોટીસ આપવા છતાં વેરો ન ભરતા  મિલકતો સીલ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.બનાસકાંઠાના પાલનપુર શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં  ૮ હજાર ઉપરાંતની વ્યવસાયકારોની નોંધણી થયેલ છે.પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ૩૦૦ ઉપરાંતના વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વેરો પાલિકામાં ભરતા ન હતા.જેના પગલે પાલિકાના વ્યવસાય વેરા અધિકારી કમલેશભાઇ ત્રિવેદી દ્વારા ૩૦૦ ઉપરાંતના રીઢા બાકીદારોને નોટીસ ફટકારી મિલકતો સીલ તેમજ બેંક એકાઉન્ટને ટાંચમાં લેવાની જાણ કરવામાં આવી હતી તેમ છતાં રીઢા બાકીદારો દ્વારા આ બાબતની કોઇ ગંભીરતા ન લેતા  પાલિકા વ્યવસાયવેરા શાખા દ્વારા પાલનપુર શહેરમાં આવેલ ત્રણ મીલકતોને સિલ કલવામાં આવતા અન્ય બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.વ્યવસાયવેરો ન ભરતા ત્રણ રીઢા બાકીદારોની મીલકત સીલ કરવામાં આવતા અન્ય બાકીદારોએ ૫૦ હજાર ઉપરાંતના નાણાંની ભરપાઇ કરી હતી. આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખી વધુ મીલકત સીલ કરી વસુલાત કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેરમાં થુકી ગંદકી કરનાર સામે કાર્યાવહી કરી તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં દસ હજાર ઉપરાંતનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News