રાજસ્થાનના જોધપુરના ભીમ પાડાની કિંમત રૂ.20 કરોડ, વજન 1300 કિલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 12:50:40
  • Views : 1460
  • Modified Date : 2020-02-20 12:50:40

 બનાસકાંઠાના જસરામાં અશ્વ મેળાના બીજા દિવસે જોધપુરનો ભીમ પાડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 1300 કિલો વજન વાળા 20 કરોડના પાડાને એક ઝલક જોવા લોકોના ટોળા ઉમટી રહ્યા છે. બીજદાન માટે દેશભરમાં જાણીતા આ ભીમનું વીર્ય ગુજરાતમાં ઊંચી ઓલાદની પશુ રાજ્ય સરકાર બીજદાનના સેમ્પલ લઈ ખેડૂતો માટે સબસીડી સાથેનું બીજદાન અંગે પ્રયાસ કરશે. લાખણીના જસરામાં ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાના બીજા દિવસે રાજસ્થાનના જોધપુરના ભીમ પાડાએ લોકોમાં ખાસ્સું એવું આકર્ષણ જમાવ્યું છે. પાડાને જોવા લોકોમાં પડાપડી જોવા મળી હતી. પાડાની કિંમત હાલ આશરે 20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 6 વર્ષના જ આ પાડાનું કદ કાઠી જબરદસ્ત છે. પાડાના માલિક અરવિંદજીએ જણાવ્યું કે “પુષ્કરના મેળામાં જર્મનીના એક ગ્રૂપે 20 કરોડમાં ભીમ પાડાને માંગ્યો હતો. જેથી અમે તેની કિંમત 20 કરોડ આંકી છે પણ અમે વેચવાની ના પાડી છે. મુર્રા નસલના આ પાડાના વીર્યની ખૂબ ડિમાન્ડ છે. ભીમને રોજનું એક કિલો ઘી, 500 ગ્રામ માખણ, મધ, દૂધ અને કાજુ-બદામ ખવડાવવામાં આવે છે. તેની સંભાળ માટે 4 માણસો રાખ્યા છે.

Download Our B K News Today App



Related News