દામામાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 17:30:00
  • Views : 640
  • Modified Date : 2020-07-24 17:30:00

મેલેરિયા વિરોધી માસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે. એચ  હરીયાણીના માર્ગદર્શન અને મેડિકલ ઓફિસર ડો. પાર્થ વ્યાસના નેતૃત્વ હેઠળ  દામાના પ્રા.આ.કેન્દ્રના ક્ષેત્રિય વિસ્તારમાં એન.વી.બી.ડી.સી.પી. કાર્યક્રમ હેઠળ ટીમ વર્ક દ્વારા તમામ ગામોમાં સઘન સર્વેલન્સ પોરાનાશક કામગીરી તેમજ આરોગ્ય શિક્ષણ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજીને લોકોને વાહન જન્ય રોગો વિશે સમજ આપી હતી. પ્રા.આ.કે. દામાના મ.પ.હે.વ.સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરીને લોકોને મેલેરીયા અને ડેન્ગ્યૂ જેવા વાહન જન્ય રોગોથી બચવા પોરાનાશક કામગીરી તેમજ આરોગ્ય શિક્ષણ આપ્યું હતું.

Download Our B K News Today App



Related News