દિયોદર ટ્રેનની ટક્કર લાગતા મજૂરને ગંભીર ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 11:03:44
  • Views : 418
  • Modified Date : 2019-07-21 11:03:44

દિયોદર રેલ્વે લાઈન ઉપર રેલ્વેનું કામકાજ કરતા એક યુવાન મજૂરને પાલનપુરથી ભુજ તરફ જઈ રહેલ ટ્રેનની ટક્કર લાગતા ગંભીર ઈજા
પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત મજૂરને સારવાર અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રેલ્વે લાઈન ઉપર રેલ્વે લાઈનનું કામકાજ ચાલી રહું છે ત્યારે ગતરોજ રેલ્વે લાઈન ઉપરથી પાલનપુરથી ભુજ તરફ જતી ટ્રેન પ્રસાર થતા રેલ્વે લાઈન ઉપર કામ કરતા સુરેશભાઈ દાનાભાઈ બારોટને ઈજા પહોંચી હતી. જેમાં મજૂરનો હાથ કપાતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતા રેલ્વે પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News