ટ્રમ્પ શાસનમાં ભારતીય આઇટી કંપનીઓની એચ-1બી વિઝા નામંજૂર કરવાનો દર વધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:28:23
  • Views : 374
  • Modified Date : 2019-11-07 14:28:23

ટ્રમ્પ વહીવટી તંત્રની ખૂબ જ પ્રતિબંધાત્મક નીતિઓને કારણે એચ-૧બી અરજીઓ નામંજૂર કરવાનો દર ૨૦૧૫ની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ વાૃધી ગયો છે. એક અમેરિકન થિંક ટેન્કે જારી કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની અગ્રણી આઇટી કંપનીઓની એચ-૧બી વિઝા અરજીઓ સૌથી ફગાવી દેવામાં આવી છે. આ આંકડાઓ એ આક્ષેપોને સમાૃર્થન આપે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર ભારતીય આઇટી કંપનીઓને નિશાન બનાવી રહી છે. નેશનલ ફાઉન્ડેશન  ફોર અમેરિકન પોલિસી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ૨૦૧૫માં એચ-૧બી વિઝા અરજી નામંજૂર કરવામાં આવી હતી જ્યારે ૨૦૧૯માં એચ-૧બી વિઝા અરજી નામંજૂર કરવાનો દર વધીને ૨૪ ટકા થઇ ગયો છે. આ અહેવાલ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ(યુએસસીઆઇએસ)ના આંકડાઓ પર આાૃધારિત છે. ઉદાહરણ સ્વરૃપે ૨૦૧૫માં અમેઝોન, માઇક્રોસાફ્ટ, ઇન્ટેલ અને ગુગલ માટે ઇનિશિયન એમ્પ્લોયમેન્ટ માટે એચ-૧બી વિઝા અરજી નામંજૂર કરવાનો દર એક ટકા હતો જે  ૨૦૧૯માં વાૃધીને અનુક્રમે ૬,૮, ૭ અને ૩ ટકા થઇ જાય છે. એપલ માટે એચ-૧બી વિઝા અરજી નામંજૂર કરવાનો દર બે ટકા પર યથાવત રહ્યો છે. જો કે બીજી તરફ ભારતીય આઇટી કંપનીઓની ઇનિશિયલ એમ્પ્લોયમેન્ટ માટેની વિઝા અરજીઓ ધ્યાનમાં લેવામાં આવે તો આ કંપનીઓની અરજીઓ નામંજૂર કરવાનો દર ખૂબ જ ઉંચો છે. ૨૦૧૫માં ટેક મહિન્દ્રાનો દરં ચાર ટકા હતો જે હવે વધીને ૪૧ ટકા થઇ ગયો છે. ટીસીએસનો દર ૨૦૧૫માં ૬ ટકા હતો જે હવે વધીને ૩૪ ટકા થઇ ગયો છે. વિપ્રોનો દર ૨૦૧૫માં સાત ટકા હતો  જે હવે વાૃધીને ૫૩ ટકા થઇ ગયો છે. ઇન્ફોસિસનો દર ૨૦૧૫માં બે ટકા હતો જે હવે વધીને ૪૫ ટકા થઇ ગયો છે

Download Our B K News Today App



Related News